વેક્સિનનો વિજય: દાહોદમાં ઝાયડસનાં ત્રણ યુવા મેનેજરોએ કોરોનાને વેક્સિનના હથિયારથી હરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 43 વર્ષના જનરલ મેનેજર, 28 વર્ષિય એડમીનીસ્ટ્રેટર તેમજ બાયોમેડીકલ ઇજનેર કોરોના ગ્રસ્ત થયા હતા 10 દિવસમાં જ કોરોનાને આસાનીથી હરાવી ફરજ પર હાજર થઇ ગયા

ગુજરાતમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવનાર છે. ત્યારે આ રસીથી યુવાનોને ફાયદો થવાના સાગમટે ત્રણ કિસ્સા ઝાયડસ હોસ્પિટલમાં જ સામે આવ્યા છે. જેમાં ઝાયડસમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા ત્રણ યુવા અધિકારીઓ કોરોના સંક્રમિત થવા છતાં વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી ઘરે રહીને જ સ્વસ્થ થઇને ગણતરીના દિવસોમાં જ ફરજ પર પુનઃ હાજર થઇ ગયા છે.

કોરોના વોરિયર્સ હોવાના નાતે પ્રારંભમાં જ વેક્સિનના બન્ને ડોઝ લીધા

દેશભરમાં કોરોના વેક્સિનને લઇને વિવિધ પ્રકારના ભ્રમ ફેલાઇ રહ્યાં છે. ત્યારે સરકાર તેવા તમામ ભ્રમ દુર કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. દાહોદ જિલ્લામાં પણ મહત્તમ લોકો કોરોનાની રસી મુકાવે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે. જિલ્લામાં કોરોના વોરિયર્સને રસીના બન્ને ડોઝ આપવાનું કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે. ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં 43 વર્ષિય પ્રકાશ પટેલ, 28 વર્ષિય એડમીનીસ્ટ્રેટર વિશાલ પટેલ તેમજ 28 વર્ષના બાયોમેડીકલ એન્જિનિયર માલવ ભાવસારે પણ કોરોના વોરિયર્સ હોવાના નાતે પ્રારંભમાં જ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હતા.

હોમ આઇસોલેશનમાં રહીને જ ત્રણેયે કોરોનાને હરાવ્યો

આ ત્રણેય યુવાનોએ કપરાં કાળમાં ઝાયડસમાં જ ફરજ બજાવવાની હોવાથી તેઓ કમનસીબે એક સાથે જ 23 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ત્રણેય યુવાાનોએ વેક્સિન લીધી હોવાતી ત્રણેયને કોઇ પણ પ્રકારની ગંભીર અસર થઇ ન હતી. અને તેઓએ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન પણ લેવાની જરુર પણ ન પડી હતી. મોટા ભાગનો સમય હોમ આઇસોલેશનમાં રહીને જ ત્રણેયે કોરોનાને હરાવ્યો છે. અને નેગેટિવ આવતાં જ ફક્ત 10 દિવસમાં જ તેઓ ફરજ પર હાજર થઇને કોરોના જંગમાં જોડાઇ ગયા છે.

વેક્સિનેશન,સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું ચુસ્ત પાલન કરવું

આ ત્રણેય મેનેજમેન્ટ અધિકારીઓએ જ નવ યુવાનોને એક જ સંદેશો પાઠવ્યો છે. તેઓએ જણાવ્યુ છે કે જ્યારે 18 વર્ષથી ઉપરના તમામને હવે વેક્સિન આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામે કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન મુકાવી લેવી જોઇએ. ત્યાર બાદ પણ VSMSનું પાલન પણ કરવુ પડશે. અર્થાત વેક્સિનેશન,સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું ચુસ્ત પાલન કરવું આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: