વૃક્ષારોપણ: દાહોદમાં પાલિકા દ્વારા બહુધા છોડનું બાળમરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વૃક્ષોનું જનત કરવામાં એજન્સી નિષ્ફળ

કેન્દ્રની વિવિધ યોજના અંતર્ગત સ્માર્ટસીટી બની રહેલા દાહોદમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ થયો છે ત્યારે તે અંતર્ગત દાહોદને વૃક્ષોથી હર્યુંભર્યું અને હરીયાળું બનાવવા માટે દાહોદ પાલિકા દ્વારા મોટેપાયે વૃક્ષારોપણ થયું છે.

જે અંતર્ગત દાહોદ નગરપાલિકા દ્વારા ગોધરારોડ, વિશ્રામ ગૃહ રોડ, ઇન્દોર હાઈવે, મંડાવાવ રોડ સહિત શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં લગભગ પાંચ વર્ષ સુધી જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોવાની શરતોને આધીન લાખો રૂ. ના ખર્ચે સંપન્ન થયેલ પ્લાન્ટેશન બાદ પરિણામ સાવ વિપરીત નીવડતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે દાહોદ પાલિકાની ઘેરી ચુપકીદી સાંકેતિક હોવાની હોવાની વાતો શહેરમાં ઘુમરાઈ રહી છે. વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ વડોદરાની કોઈ એજન્સીને સોંપાયા બાદ આટલા મોટાપાયે સંપન્ન થયેલ પ્લાન્ટેશનના ભાવ શું અપાયા છે તેના મેન્ટેનેસની શરતોની પાલિકા તંત્ર દ્વારા ચકાસણી થઈ છે કે કેમ તે પણ લોકચર્ચાનો વિષય બન્યો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: