વિવાદ: હડમતમાં ‘પિતાને કેમ ગાળો આપો છો’ પૂછતાં પુત્ર પર હુમલો, ‘બીમારીના દોરા દાગા કરે છે’ કહી ગાળો આપતા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામના ડામોર ફળિયામાં રહેતા મંજુલાબેન ભરતભાઇ ગરાસીયા રાતના આઠ વાગ્યાના અરસામાં ઘરે હતા. ત્યારે ગામમાં રહેતા વાલસીંગ દિતા ગરાસીયા, રામા ટીટા બારીયા, બાબલા ખેતા ડામોર, સોમા ખેતા ડામોર તેમના ઘરે આવી તેમના સસરા સુરતાનને ગાળો બોલતા હતા. તે દરમિયાન રામા ટીટા બારીયા મોટેથી બુમો પાડી તે મારી બીમારી બાબતે દોરા દાગા કરેલ છે મને આરામ થતો નથી.

આરામ થાય તે પ્રમાણે વિધી કર તેમ કહી મોટેથી બુમો પાડી ગાળો બોલતો હતો. જેથી મારા પિતાને કેમ ગાળો બોલો છો તેમ ભરતભાઇએ પુછતાં ચારેય જણા એકમદ ઉશ્કેરાઇ જઇ દોડી આવી ભરતભાઇને લોખંડનો એંગલ સળીયા લાકડી વડે મારતાં માથાના ભાગે ઇજા થતાં લોહીલુહાણ થતાં નીચે ઢડી પડ્યા હતા. આ દરમિયાન બુમાબુમ કરતાં આજુબાજુમાંથી લોકો આવી જતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ભરતભાઇને 108 દ્વારા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ દાહોદ ખાનગી દવાખાને લઇ ગયા હતા. આ સંદર્ભે ચારેય હુમલાખોરો વિરૂદ્ધ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: