વિવાદ: સીમાડાની હદ મુદ્દે 2 લોકોએ શરીરે પેટ્રોલ છાંટતાં દોડધામ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગવાડુંગર-બાબરોલ વચ્ચેની સર્વે 204ની માપણી ચાલતી હતી
  • પોલીસે બન્નેના હાથમાંથી પેટ્રોલના કારબા ખેંચી લીધા

દાહોદ અને મહિસાગર જિલ્લામાં વચ્ચે આવેલ સર્વે નંબર 204 વાળી જમીનમાં સીમાડાની હદ નક્કી કરવાની કામગીરી દરમિયાન ફતેપુરાના ગવા ડુંગરાના બે વ્યક્તિઓએ હદ નક્કી નહી કરવા દઇએ કહી શરીરે પેટ્રોલ છાંટી લેતાં દોડધામ મચી ગઇ હતી. આગ ચાંપે તે પહેલાં જ પોલીસે કરબા ઝુંટવીને બંનેને અટકાયતમાં લઇ લીધા હતાં. સુખસર પોલીસે બન્ને સામે આપઘાતના પ્રયાસનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લા અને મહિસાગર જિલ્લાના સીમાડા ઉપર આવેલ ફતેપુરા તાલુકાના ગવાડુંગર અને સંતરામપુરના બાબરોલ ગામ વચ્ચે આવેલી સર્વે નંબર 204ની જમીન માપણીની માપણી માટે મહિસાગર ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર રેકોડ સર્વેયર શનિવારના રોજ જમીન માપણી માટે આવ્યા હતા. સવારના 11 વાગે સુખસર પોલીસની હાજરીમાં બન્ને જિલ્લાના સીમાડાની હદ નક્કી કરવા સર્વે નંબર 204ની માપણી ચાલતી હતી. તે દરમિયાન ગવા ડુંગર ગામના પરષોતમભાઇ સોમાભાઇ મછાર અને સોમાભાઇ કાળુભાઇ મછાર હાથમાં પેટ્રોલ ભરેલા પ્લાસ્ટીકના કારબા લઇને આવ્યા હતા.

સર્વે નંબર 204 વાળી જમીન ફતેપુરા તાલુકાના ગવાડુંગરાની છે મહિસાગર જિલ્લાની જમીન નથી સીમાડાની હદ નહી કરવા દઇએ હદ નક્કી કરશો તો અમે સળગીને મરી જઇશું કહી બન્નેએ પોતાના શરીરે છાંટી લેતાં ઉપસ્થિત પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.દોડી ગયેલી પોલીસ પરીસ્થિતિ પારખીને તેઓ આગળ કોઇ પગલું ભરે તે પહેલાં જ હાથમાંથી પેટ્રોલના કારબા ઝુંટવી લીધા હતા અને બન્નેએ પહેરેલ શર્ટ કાઢી લીધા હતા. સુખસર પી.એસ.આઇ. સેલોતે બન્ને સામે આપઘાતના પ્રયાસનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: