વિવાદ: બાઈક પર આવેલા 3 દ્વારા ફાઇનાન્સ કર્મીના માથામાં પાઇપ મારી લૂંટ ચલાવાઇ, કર્મચારી ફિલ્ડમાંથી લીમડી આવતા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામના ચાકલીયા રોડ ઉપર બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૂઓએ બાઈક ઉપર જતાં ફાઇનાન્સ કર્મચારીના માથામાં પાઇપ મારી નીચે પાડી મોબાઇલ, કંપનીનો થેલો તથા ટેમ્બેટ રોકડા રૂપિયા તથા ડોક્યુમેન્ટ વગેરે મળી કુલ 12,600 રૂ.ની મત્તાની લૂંટ કરી ભાગી ગયા હતા. બૂમાબૂમ કરતાં નજીકમાંથી આવેલા લોકોએ લૂંટારૂઓનો પીછો કરતાં કર્મચારીની બાઈક તથા ટેમ્બલેટ રોડની બાજુમાં નાંખી ભાગી ગયા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગોધરા રોડ ઉપર રહેતા અને ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમિટેડ નામની ફાઈનાન્સ શાખામાં નોકરી કરતાં જશવંતભાઇ વિઠ્ઠલભાઇ ગમાર તેમની નવી નંબર વગર બાઈક લઇને લીમડીથી ફીલ્ડમાં ચાકલીયા વિસ્તારના ગામોમાં ગયા હતા અને સાંજના અરસામાં પરત લીમડી આવતા હતા ત્યારે લીલવાદેવા ગામની સીમમાં અપાચી બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૂ યુવકોએ તેમને ઓવરટેક કરી પાછળ બેઠેલા લૂંટારૂએ માથામાં લોખંડની મારી દેતાં ફાઇનાન્સ કર્મચારીએ બાઈક ઉભી રાખતા ચક્કર આવતાં નીચે ઢડી પડતા ત્રણેય લૂંટારૂઓ તેમની પાસે આવી બીજો પાઇપનો ફટકો મારી બાઈક, મોબાઇલ ફોન, પેન્ટના ખિલ્લામાં મુકી રાખેલ 400 રૂપિયા મુકેલ પાકીટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા કંપનીનું આઇકાર્ડ તેમજ કંપનીની બેગમાં રાખેલ જૂનુ ટેબ્લેટ અને ચાર્જર બેગની લૂંટ કરી ત્રણેય લૂંટારૂઓ ભાગી ગયા હતા. આ દરમિયાન કર્મચારીએ બૂમાબૂમ કરતાં નજીકમાંથી આવેલા વ્યક્તિઓએ લૂંટારૂઓનો પીછો કરતાં બાઈક તથા જૂનુ ટેબ્લેટ કાળીકામની સીમમાં રોડની બાજુમાં નાખી જતા રહ્યા હતા. આ સંદર્ભે જશવંતભાઇ વિઠ્ઠલભાઇ ગમારે લીમડી પોલીસ મથકે અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: