વિવાદ: પ્રેમ સંબંધની શંકામાં લાકડીથી હુમલો કરતાં બે વ્યક્તિને ઈજા, ચૈડિયાનો યુવક તથા ફોઈનો પુત્ર નિ.ખાખરીયાથી પરત આવતા હતા

લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

  • હુમલો કરનારા ખાખરીયાના બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામના પટેલ ફળિયામાં રહેતો કમલેશ સરતનભાઈ કટારા તથા રતનમહાલ ગામે રહેતો તેની ફોઇનો પુત્ર રવિન્દ્ર જશુભાઈ ભુરીયા મોટરસાકલ ઉપર બેસી નિનામાના ખાખરીયા ગામથી પરત આવી રહ્યા હતા.

તે સમયે નિનામાના ખાખરીયા ગામના રોશન વિનુભાઈ નિનામા તથા કિશન બાબુભાઈ નીનામાએ મોટર સાઇકલ સવાર કમલેશ કટારા તથા રવિન્દ્ર ભુરીયાને થોભાવી તું મારી સાળી સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે. તેવું જણાવી બિભત્સ ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાં પકડેલી લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કરાયેલાં હુમલામાં કમલેશ સરતનભાઇ કટારા તથા રવિન્દ્ર જશુભાઇ ભુરીયાને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાનામાં સારવાર મેળવી લીમખેડા પોલીસ મથકે રોશન નિનામા તથા કિશન નિનામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: