વિવાદ: નોટિસ-સમન્સની બજવણીમાં ગયેલા કોર્ટના બેલિફ પર હુમલો, દરવાજા પર કાગળ કેમ ચોંટાડે છે કહી માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

મોટી ખરસોલીના હાલ ફતેપુરા ઝાલોદ રોડ ઉપર રહેતા અને ફતેપુરા કોર્ટમાં બેલિફ તરીકે નોકરી કરતાં નિમેશકુમાર મનુપ્રસાદ પટેલ ગતરોજ હડમત ગામના પ્રતિવાદી ચોકલા કાળુ ચારેલ તથા જોખા કાળુ ચારેલના ઘરે નોટીસ તથા સમન્સ બજવણી કરવા ગયા હતા. ત્યારે ઘર બંધ હોવાથી કોર્ટના હુકમ અનુસાર નોટિસ તથા સમન્સને દરવાજા ઉપર ચોટાડતા હતા. ત્યારે ચોકલા ચારેલનો છોકરો યોહાન આવી તુ અમારા દરવાજા પર સેના કાગળો ચોટાડે છે કહી દરવાજા ઉપર ચોટાડેલી નોટીસ ઉખાડીને ફેંકી દીધી હતી.

જેથી બેલિફે જણાવેક કે હુ કોર્ટમાં નોકરી કરુ છુ અને નોટીસની બજવણી કરવા આવ્યાનું જણાવતાં યોહાન ઉશ્કેરાઇ જઇ બેલિફની ટીર્શટનો કોલર પકડી ગાળો આપી હાથમાં પથ્થર પકડી મુક્કા મારી ગેબી ઇજાઓ કરી હતી. તેમજ કોર્ટની કાર્યવાહીમાં અડચણ કરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપતા કોર્ટના બેલિફે હુમલાખોર વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: