વિવાદ: ‘તમે ખોટી ફરિયાદો કેમ આપો છો’ કહી પિતા-પુત્ર પર હુમલો

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • વાંસીયાડુંગરીમાં કરાયેલા હુમલામાં છુટ્ટા પથ્થરો મારતાં 1ને ઇજા
  • ફળિયામાં રહેતા દંપતી સામે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

દાહોદ જિલ્લાના ધાનપુરના વાંસીયાડુંગરીમાં અમારા વિરૂદ્ધમાં ખોટી પોલીસમાં ફરિયાદ કેમ આપો છો કહી દંપત્તિએ છુટ્ટા પથ્થરો મારી હુમલો કરતાં એકને ઇજા થઇ હતી. ધાનપુર તાલુકાના વાંસીયાડુંગરી ગામના દિપસીંગભાઇ હીમતભાઇ ભુરીયા તતા તેમની પત્ની રામાબેન ભુરીયા બન્ને જણા અમારા વિરૂદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કેમ કરો છો કહી ફળિયામાં રહેતા પાંગળાભાઇ ધીરસીંગભાઇ ભુરીયાને બિભત્સ ગાળો બોલી છુટ્ટા પથ્થરો મારતા માથામાં ઇજા થતાં લોહીલુહાણ થયા હતા.

આ દરમિયાન તેમનો છોકરો રાજેશ દોડી આવતા તેને પણ છુટ્ટા પથ્થરો મારવા લાગ્યા હતા. તેમજ સામસામે મારામારી થતાં દિપસીંગભાઇની પત્ની જેતુબેન તથા સવસીંગભાઇ, કસનાભાઇ અને ફળિયામાં રહેતા બીજા લોકો દોડી આવી વધુ મારમાંથી બચાવ્યા હતા. હવે મારા વિરૂદ્ધ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપતા બન્ને પતિ-પત્ની નાસી ગયા હતા. આ સંદર્ભે દિપસીંગભાઇએ હુમલાખોર દંપત્તિ વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: