વિવાદ: ઘુઘસમાં મારી છોકરી વેચી દીધી છે કહી ભાઇનો મોટાભાઇ પર હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકારત્મક તસ્વીર
- ‘હંુ જીવતો છોડું નહી’ તેમ કહી જાનથી મારવાની ધમકી
- તારી છોકરી મરજીથી ઘર કરવા ગઇ છે કહેતા નાનો ઉશ્કેરાયો
ઘુઘસમાં મારી છોકરી વેચી દિધી છે અને તેને મારી નાખી છે તેમ કહી મોટા ભાઇ પર નાના ભાઇએ હુમલો કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. ઘુઘસના મલજીભાઇ સવજીભાઇ પારગી ગતરોજ સાંજે પત્ની તથા કુટુંબી સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન નાનો ભાઇ ખેમાભાઇ પારગી હાથમાં કુહાડી લઇને મલજીભાઇ પારગીને ઘરે આવી કહેવા લાગ્યો કે તે મારી છોકરી વેચી દિધેલ છે અને તેને નારી નાખેલ છે તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી મે તારી છોકરી વેચી નથી તે તેની મરજીથી ઘર કરવા જતી રહેલી છે
તેવો પ્રત્યુતર મલજીભાઇ પારગીએ આપતા તેમનો નાનો ભાઇ ખેમા સવજી પારગી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંની કુહાડી લઇ દોડી આવી મોટા ભાઇના માથામાં જમણા કાનની ઉપરના ભાગે કુહાડીની મુંદર મારી દેતાં ચામડી ચિરાઇ જઇ લોહી લુહાણ થતાં નિચે ઢળી પડ્યા હતા. આ દરમિયાન બુમાબુમ કરતાં મલજીભાઇ પારગીના કુટુંબીઓ દોડી આવી વધુ મારથી છોડાવ્યા હતા. અને મારી છોકરીને વેચી દિધી છે તને તો હુ જીવતો છોડુ નહી તેમ કહી મોટા ભાઇને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો તેના ઘર તરફ જતો રહ્યો હતો. આ સંદર્ભે મલજીભાઇ પારગીએ હુમલાખોર નાના ભાઇ વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
જાહેરનામાનો ભંગ: ધાનપુરના ભોરવામાં ચાંદલાવિધિમાં 200નું ટોળુ ભેગુ કરનાર સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કાર્યવાહી: દાહોદ તાલુકામાં હોમ ક્વોરોન્ટાઇનના કાયદાનો ભંગ કરનાર બે સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed