વિવાદ: કાળીયામાં સામાન્ય બાબતે સરપંચ અને તેના પુત્રે 2 વ્યક્તિને માર માર્યો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • ઘર પાસેથી બાઇક પર જતા 2 જણાને ઉભા રાખી ફટકાર્યા.
  • સરપંચ વિરુદ્ધ બે દિવસમાં મારામારીની બીજી ફરિયાદ

ફતેપુરા તાલુકાના કાળીયા ગામના સરપંચ તથા તેના પુત્રએ ઘર આગળ આવેલા રોડ ઉપરથી બાઇક લઇને જતાં બે વ્યક્તિને રોકી માર માર્યો હતો. આ સંદર્ભે સુખસર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.ફતેપુરા તાલુકાના કાળીયા ગામના કમલેશભાઇ મોતીભાઇ મછાર અને ભત્રીજો મુકેશ બાબુભાઇ બન્ને જણા કાકા-ભત્રીજા મોટર સાયકલ લઇને ગામના સરપંચન ગલસીંગભાઇ લાલસીંગભાઇ મછારના ઘર પાસે આવેલા રોડ ઉપરથી જતાં હતા.

ત્યારે સરપંચ ગલસીંગભાઇ લાલસીંગભાઇ મછાર તથા તેનો છોકરો જીગ્નેશ મછાર બન્ને બાપ-દિકરા રોડ ઉપર આવી કમલેશભાઇની મોટર સાયકલ ઉભી રખાવી ક્યાં જાઓ છો કહી બન્ને જણા ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો બોલી કમલેશભાઇને થપ્પડ મારી હાથમાં પથ્થર લઇ મુકેશભાઇને છાતીના ભાગે મારી દીધો હતો.

તેમજ જીગ્નેશે ગડદાપાટુનો માર મારી બન્ને બાપ-દિકરાએ મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તોને સુખસર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઝાલોદના ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે કમલેશભાઇ મોતીભાઇ મછારે સુખસર પોલીસ મથકે સરપંચ ગલસીંગભાઇ મછાર તથા તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે સરપંચ વિરૂદ્ધ બે દિવસમાં મારામારીની બીજી ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: