વિરોધ પ્રદર્ષન: દાહાદના ‘PIU’ના ઈજનરોએ પડતર માગણીઓને લઇ કાળીપટ્ટી ધારણ કરી

ધાનપુર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી પછી પેનડાઉન કાર્યક્રમ યોજ્યો
  • સરકારી કામગીરીને અડચણરૂપ ના થાય તે રીતે વિરોધ કરી ફરજ બજાવી

દાહોદ જિલ્લાના ફરજ બજાવતા પીઆઇયુ ઈજનરો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારી કામગીરીને અડચણરૂપ ના થાય તે રીતે કાળી પટ્ટી ધારણ કરીને ગાધીચિંધ્યા માર્ગે વિરોધ કરીને ફરજ બજાવી હતી. ગુજરાત રાજયની પીઆઈયુ ઈજનેર એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આવેદન આપવામાં આવ્યું હતું.

જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા ઇજનેરોએ પોતાની માગણીમાં ઓગષ્ટ 2016 અસરથી તાત્કાલિક ધોરણે સાતમા પગારપંચ મુજબ પગારધોરણ ચૂકવવાની માંગણી કરી મેડીકલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, એલટીસી જૂથ વીમો ગ્રેજ્યુટી, સીપીએફ સહિત કાયમી કર્મચારીઓને મળતા લાભો જેવા લાભ આપવા તેમજ પિઆઈયુના તમામ ઇજનેરોને ફ્રન્ટલાઈન ગણીને તે પ્રમાણેની રકમની માંગણી કરી હતી.

સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરણપર્યંત 25 લાખની સહાયની જાહેરાત કરી તે રીતે પિઆઇયુના ઇજનેરોને પણ મરણોપરાંત સહાય આપવાની માંગણી કરી હતી. ફરજ દરમિયાન કાનૂની રક્ષણ તાજેતરમાં છુટા કરેલા ઇજનેરો અને ફરજ ઉપર પુનઃ હાજર કરવા માગણી કરી હતી. તારીખ 2 અને 3 કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. ત્યાર બાદ આજથી શનિવાર સુધી પેનડાઉનનો કાર્યક્રમ યોજ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: