વિરોધ: ગોધરા-સંજેલી રૂટ પર એસટી શરૂ ન થતાં આંદોલનની તૈયારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • સારી કમાણી કરાવતા રૂટો બંધ કરાયા
  • જૂના રૂટની બસો શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો

દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકાના તેમજ મોરવા હડપ, સુલિયાત, નવાગામ, માંડલી, વિસ્તારનાં મુસાફરો માટે સારી એવી ગોધરા ડેપોની જૂના રૂટની એસટી બસો શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. પણ સારી આવક રડતી આવી બસોને ગોધરા ડેપોમાંથી બંધ કરી દેતા વર્તમાન સમયે ગોધરા-સંજેલી રૂટની એસટી બસો શરૂ ન થતા લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આથી જો આ રૂટ પર લોકલ બસોની વધુ સેવા આપવામાં નહીં આવે તો 15 દિવસ બાદ સંજેલી વિસ્તારના મુસાફરો બસ રોકો આંદોલન કરવાની તૈયારીમાં છે. આ મામલે વાંસીયાના ભરતભાઈ ભેદી, માંડલીના રાજુભાઈ દેસાઈ, મુકેશભાઈ સોની, સંજેલી રાજુભાઈ ડામોર, રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતુંકે બપોરે 11 પછી સંજેલી તરફ આવવા લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: