વાવડી ગામે દીપડાના પંજામાંથી પતિને છોડાવવા પત્ની ઝઝૂમી, છતાં બચાવી ન શકી

  • leopard attacked the youth in the village of Vavdi in Pavi Jetpur

    પાવી જેતપુરના વાવડી ખાતે દીપડાના હુમલા બાદ પાંજરુ મૂકાયું

    પાવી જેતપુર: દાહોદ બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં દીપડાના હુમલાનો બનાવ બન્યો છે. પાવી જેતપુરના વાવડી ગામે આજે સવારે ખેતરમાં કામ કરતા દંપતી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આધેડનું મોત થયું હતું. માનવભક્ષી બનેલા દીપડાને કારણે પંથકના ખેડૂતોમાં ભય ફેલાઇ ગયો હતો.

  • પતિને બચાવવા માટે દળકીબેન મરણિયાં બની ગયાં

    1.પાવીજેતપુરના વાવડી ગામના બલુભાઇ રાઠવા તેમનાં પત્ની સાથે સવારે કપાસના ખેતરમાં ગયા હતા. ત્યાં લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બાજુના જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો દીપડો આવી ગયો હતો અને ખેતરમા કામ કરતા બલુભાઇ ઉપર તૂટી પડ્યો હતો અને બલુભાઇને ગળાના ભાગે પકડી લીધા હતા. આ હુમલાથી પોતાના પતિને બચાવવા માટે દળકીબેન મરણિયાં બની ગયાં હતાં અને દીપડાને ભગાવવા તેની પૂંછડી પકડીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.  બધા જ પ્રયત્નો કરી જોયા હતા. તેમ છતાં દીપડો બલુભાઇને છોડતો ન હતો. જેથી દળકીબેને બૂમાબૂમ કરીને આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકોને બોલાવતાં ખેડૂતોએ આવીને બલુભાઇને દીપડાના મોઢામાંથી છોડાવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બલુભાઇનો જીવ જતો રહ્યો હતો. 

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: