વારસો: રાજ્યની સુરક્ષા કરતી શિવચોકીઓ બાવકા અને હાંફેશ્વરના શિવાલયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
મરડેશ્વર મહાદેવ મંદિર - Divya Bhaskar

મરડેશ્વર મહાદેવ મંદિર

  • ગુજરાતના પૂર્વીય પ્રવેશ દ્વારે અને પૂર્વ – દક્ષિણ ત્રિભેટે
  • બાવકા શિવમંદિર દાહોદને અડીને, હાંફેશ્વર છોટાઉદેપુર નજીક

ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા આ તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદથી સાવ અડીને આવેલું બાવકાનું પ્રાચીન શિવ મંદિર છે તો બીજું છોટાઉદેપુરના કવાંટ તાલુકા મથકથી લગભગ 17 કિલોમીટરના અંતરે, પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે,ઋષિ કલ્હંસ ની તપોભૂમિ નું હાંફેશ્વર શિવ મંદિર છે.

શિલ્પ અને સ્થાપત્યની બેનમૂન ધરોહર જેવું બાવકાનું શિવ મંદિર રાષ્ટ્રીય અગત્યના સ્મારકમાં સ્થાન પામ્યું છે. તેના પત્થરો પર કંડારવામાં આવેલા યુગલ શિલ્પોને લીધે ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખાય છે. છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વરની વાત કરીએ તો આ જગ્યા ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદોનો ત્રિભેટો છે. માં નર્મદાને સરદાર સરોવર રૂપે લહેરાવા અને કચ્છ – રાજસ્થાન સુધી ટહેલવાની સગવડ કરી આપવા જાણે કે શિવ પિતાએ જગ્યા છોડીને ખસી જવાનું સ્વીકાર્યું હોય તેમ મૂળ પ્રાચીન મંદિર હાલ ડુબાણમાં ગયું છે.લોક કલ્યાણ માટે ભગવાન સ્થળાંતરીત થયાં હોય એવી આ ઘટના છે.

પાધર ગામે સોમનાથ શૈલીનું ભવ્ય મંદિર બાંધ્યું છે જ્યાં કલ્હન્સ ઋષિના આરાધ્ય હંસેશ્વર દાદા બિરાજમાન થયાં છે. હંસેશ્વર નું લોકબોલીમાં હાંફેશ્વર અપભ્રંશ થયું.જ્યારે રસ્તાની સુવિધા ન હતી ત્યારે આ દુર્ગમ સ્થળે પહોંચતા હાંફ ચઢી જતો એટલે નામ પડ્યું હતું.

શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિરે ભરાતો શિવરાત્રીનો લોક મેળો મોકૂફ રખાયો
પાલિખંડામાં મરડેશ્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક રીતે બહુ મહત્વ રહેલું છે મરડેશ્વર મહાદેવ મંદિરનું મહાશિવરાત્રી પર્વનું અનેરુ મહત્વ રહેલું છે કહેવાય છે કે વર્ષો પહેલા મહા શિવરાત્રીના દિવસે સ્વયંભૂ પ્રકટ થયેલું અા શિવલિંગ છે તેના કદમાં એક ચોખા જેટલી લંબાઈનો વધારો થાય છે. સાથે જ શિવલિંગનો આકાર રુદ્રાક્ષ સમાન છે. જેને લઇને મહાશિવરાત્રીના દિવસે ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી શિવ ભક્તો ભગવાન શંકરમાં આસ્થાના કારણે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે.

આ વખતે શિવરાત્રિના દિવસે સરકારની માર્ગદર્શિકા મુજબ દર્શન માટે આવનાર ભક્તોને કોવિડની માર્ગદર્શિકા અનુસાર દર્શન કરવા દેવામાં આવશે, મરડેશ્વર મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને લઈ આજરોજ ભરાનારા લોક મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાલોલના સોમનાથ પાતાળેશ્વર મહાદેવમાં શિવરાત્રીની સાદગીથી ઉજવણી કરાશે
કાલોલ. કાલોલ નગરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રીનું પર્વ ખૂબ સાદાઈથી ઉજવવાનું ભક્તો દ્વારા નક્કી કર્યું છે. કોરોના મહામારીને કારણે અને સરકારની ગાઈડલાઈન મુજબ શિવરાત્રીએ પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવશે. પાતાળેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ હોવાથી કાલોલ સહિત આજુબાજુના ગામના ભક્તોમાં ઉડી શ્રદ્ધા છે. જેના કારણે દર મહાશિવરાત્રીએ એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.

ભક્તોને પ્રસાદ અને ભાંગ વહેચવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે મહાદેવની શોભાયાત્રા નગરમાં નહીં કરે પરંતુ સામૈયુ કરી તેમના દર્શન માટે મહાદેવ ખાતે મુકાશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: