વાતાવરણ: દાહોદ જિલ્લામાં ધીમા પગલે શિયાળાની ઋતુનું આગમન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બપોરના સમયે તાપમાન મહત્તમ 32 સે.ગ્રે. ડિગ્રી

દાહોદમાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ ચૂકયું છે. તા.23 નવેમ્બરને સોમવારના રોજ સવારના સમયે દાહોદમાં તાપમાનનો પારો ગગડતા માત્ર 14 સે.ગ્રે. ડિગ્રી તાપમાન નોંધાયું હતું‌. જે બપોરના સમયે મહત્તમ 32 સે.ગ્રે. ડિગ્રી રહેવા પામ્યું હતું. શિયાળાની શરૂઆત સાથે જ દાહોદમાં છેલ્લા એક સપ્તાહથી રાત્રે અને વહેલી સવારે ઠંડીની લહેરખીઓ ફૂંકાતા લોકોએ સ્વેટર અને શાલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. અનેક ઠેકાણે રાતના સમયે તાપણાં સળગવાના પણ શરૂ થઈ ગયા છે.

એક તરફ કોરોનાનો ભય સર્વવ્યાપ્ત બન્યો છે ત્યારે બીજી તરફ ઠંડીના કારણે દાહોદમાં શરદી -ખાંસીના દર્દીઓની સંખ્યા પણ પારાવાર માત્રામાં વધી છે. શરદી- ખાંસી પણ કોરોનાનું એક લક્ષણ ગણાતું હોઈ લોકોમાં શિયાળાના આગમન સાથે ઋતુજન્ય શરદી-ખાંસીથી એક ભયની લાગણી પણ પ્રવર્તી રહી






Related News

Comments are Closed

%d bloggers like this: