વાતાવરણમાં પલટો: શુક્રવારે સવારથી ઠંડીના સુસવાટે દાહોદ ઠૂંઠવાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- અનાજ માર્કેટના વેપારીઓને મોટું નુકસાન
- શિયાળુ ખેતી માટે લાભદાયી હોવાનો મત
દાહોદ શહેરમાં શિયાળાના સમયે સાવ અચાનક ગુરુવારે રાતના સમયે ઝરમર છાંટા સાથે ઠંડીનું મોજું ફૂંકાતા નગરજનોને કબાટમાં મુકાઈ ગયેલા રેઈનકોટ- છત્રીઓ પરત કાઢવાનો વારો આવ્યો હતો.
દાહોદમાં ગુરુવારે રાતથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અગાઉથી થયેલ આગાહી મુજબ આરંભાયેલા કમોસમી વરસાદના કારણે રાતના સમયે અને શુક્રવારે પણ દિવસભર ઠંડીનો જોરદાર સપાટો જોવા મળતા શિયાળા અને ચોમાસાની આ બેવડી ઋતુમાં સ્વાભાવિક શરદી-ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ હતી. તો બીજી તરફ દાહોદના ખેતીપ્રધાન વિસ્તારોમાં ઘઉં અને ચણાના શિયાળુ પાક માટે આ કમોસમી માવઠું ફાયદેમંદ નિવડશે તેવો પણ સુર રેલાયો હતો. આમ, દાહોદમાં શુક્રવારે થયેલા માવઠાંને લઈને નફા- નુકશાનના સરવૈયા મંડાયા હતા.
શુક્રવારે રાતથી જ ઝરમર છાંટા સાથે આરંભાયેલ કમોસમી વરસાદથી હવામાન પલટાવવાને કારણે દાહોદમાં ઠંડકસભર વાતાવરણ સર્જાયું હતું. આને લઈને દાહોદવાસીઓને કબાટો કે માળિયે મુકાઈ ગયેલા રેઈનકોટ અને છત્રી ફરીથી કાઢવાની ફરજ પડી હતી. દાહોદમાં શુક્રવારે બપોરે વાગે દિવસનું લઘુત્તમ તાપમાન 17 સે.ગ્રે. નોંધાયું હતું.
ફતેપુરા તાલુકામાં રવી સીઝનને ફાયદો
ફતેપુરા તાલુકામાં ગતરોજ રાત્રિથી કમોસમી માવઠાનુ આગમન થતાં હાલ રવી સીઝનના ઘઉં, જવ, ચણા, મકાઈ જેવા ખેતીપાકોને ફાયદો થશે તેમ જણાય છે અને ખેડૂતોને એક પિયતનો ફાયદો થયો છે જ્યારે તુવરના પાકને નુકસાન પહોંચ્યું છે. તૈયાર થયેલ તુવેરના પાક કમોસમી વરસાદથી મોટું નુક્સાન ભોગવવાનો વારો ખેડૂતોને આવશે તેમ જણાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતી પાકોમાં નુકસાન કરતા ફાયદો વધુ જણાઈ રહ્યો છે. તેમજ પશુઓ માટે રાખવામાં આવેલ સૂકા ઘાસચારા ઉપર વરસાદ પડતા ઘાસચારો બગડવાથી નુકસાન થવાની શક્યતા પણ વધી ગઇ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed