વાણિજ્યક પ્રવૃત્તિની છૂટ: દાહોદમાં હવે રવિવારે પણ વાણિજ્યક પ્રવૃત્તિની છૂટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડાને પગલે તંત્રનો નિર્ણય
  • કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે

દાહોદના વેપારીઓને એક મહત્વપૂર્ણ રાહત આપવા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા કલેક્ટરે કહ્યું છે કે, હવેથી રવિવારે પણ વેપારીઓ વાણિજ્યક પ્રવૃત્તિ કરી શકશે. ગત દિવાળીના તહેવારને ધ્યાને રાખીને તે સમયે વેપારીઓને રવિવારે વેપારી પ્રવૃત્તિ કરવાની છૂટ આપી હતી. પણ તે બાદ કોરોનાના કેસોમાં સતત વધારાને કારણે ફરી તેને અંકુશમાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણકારી નિર્ણયો કર્યા હતા. જેમાં રવિવારે દાહોદ સહિત જિલ્લામાં વેપારી પ્રવૃત્તિ કરવાની મનાઇ ફરમાવી હતી.

પણ, હવે દાહોદમાં કોરોના વાઇરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવેથી રવિવારે પણ વેપારીઓ પોતાની દૂકાનો ખુલી રાખી શકશે, એવો નિર્ણય કર્યો છે. આ છૂટછાટો સાથે કોવિડ-19 અંગે માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં વેપારધંધાના સ્થળે સામાજિક અંતરના નિયમોનું પાલન કરાવવાનું રહેશે. ગ્રાહકો માસ્ક પહેરીને આવે તે બાબતની ખાતરી કરવાની રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: