વસમું વર્ષ: દાહોદમાં કોરોનાનો એક વર્ષનો અભ્યાસ પૂર્ણ, હવે નવી લહેર બનશે પરીક્ષા સમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
22 માર્ચ 2021ના રોજ આજની પરિસ્થિત દર્શાવતું દાહોદ સ્ટેશન રોડનું દ્રશ્ય. - Divya Bhaskar

22 માર્ચ 2021ના રોજ આજની પરિસ્થિત દર્શાવતું દાહોદ સ્ટેશન રોડનું દ્રશ્ય.

  • હવે તો ભય વગર વેક્સિનેશન કરાવવા સાથે માસ્ક અનિવાર્ય પહેરશો તો જ બચાવ

દાહોદ જિલ્લામાં જનતા કરફ્યુ અને લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. આ એક વર્ષમાં ક્યારેય ન જોયો હોય તેવો સમય બધાએ જોયો છે. વર્ષ દરમિયાન કોરોનાના વિવિધ પાઠ ભણ્યા,ઘણું શીખ્યા. જોકે, હવે પરીક્ષાનો સમય આવી ગયો છે. ફરીથી કેસ વધી રહ્યા છે, કોરોનાની નવી લહેર જોતાં પરિસ્થિતિ વધુ વણસે તેવા ભણકારા વાગી રહ્યા છે. કોઇ પણ પ્રકારના ભય વગર કોરોનાની વેક્સિન લેવા સાથે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરવાથી સંક્રમણનો ભય નહિંવત બની જશે. છેલ્લા વર્ષમાં કરેલા અનુભવોથી જ કોરોનાને માત આપવી પડશે.

ભૂતકાળને યાદ કરી, તેમાંથી શીખી હવે ભવિષ્યમાં સુરક્ષિત રહેવું પડશે
​​​​​​​
કોન્ટેક ટ્રેસિંગ – ઇન્દોરથી આવેલ મુસ્કાન પ્રથમ પોઝિટિવ. બાદ MPથી આવેલા પોઝિટિવ લોકોના કોન્ટેક ટ્રેસિંગ તપાસતાં અનેક પોઝિટિવ. ​​​​​​​
શું કરવું – પોઝિટિવના સંપર્કમાં આવો તો છુપાવો નહીં. લક્ષણ ન હોય તો પણ પોઝિટિવ હોઇ શકીએ. તપાસ કરાવો.

આઇસોલેશન – શહેરમાં આઇસોલેશન વોર્ડ સાથે કોવિડ સેન્ટર પણ ઉભા કરાયા હતાં. શંકાસ્પદ દર્દીઓને ત્યાં રખાતા હતાં.
શું કરવું – બંધ કોવિડ સેન્ટર ચાલુ કરાયા છે. હવે મહત્તમ લોકો હોમ આઇસોલેટ થાય છે. તેમાં બેદરકારી ના રાખશો.

કન્ટેન્મેન્ટ – કોરોનાના એક કે બે પોઝિટિવ કેસ મળતાં જ આખા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવતો હતો.
શું કરવું – હવે એક ઘરને જ કન્ટેનમેન્ટ બનાવાય છે. તમારા વિસ્તારમાં 3 કે 4 કેસ આવે તો તમારે જ સતર્ક રહેવું પડશે.

ક્વોરન્ટાઇન – વિદેશ અને બીજા જિલ્લાથી આવનારા લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતાં.
શું કરવું – નિયમ બંધ થઇ ગયો છે. MP, રાજસ્થાન કે મહારાષ્ટ્રથી આવો તો પોતે જાતે જ ક્વોરન્ટાઇન થવુ હિતાવહ છે.

સ્ક્રીનિંગ – પોઝિટિવ વિસ્તાર, અન્ય શહેરના લોકોનું સ્ક્રીનિંગ કરાતુ હતું. તેમાં ઘણાંના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતાં.
શું કરવું – હવે બળજબરી નથી થતી. તમારે જ તમારા ઉપર નજર રાખવી. તાવ સહિતના લક્ષણોમાં તરત જ ટેસ્ટ કરાવો.

લોકડાઉન – 22 એપ્રિલ, 2020ના રોજથી જનતા કરફ્યૂ લાગ્યો, ત્યાર બાદ દાહોદમાં લોકડાઉનની શરૂઆત થઇ ગઇ હતી.
શું કરવુંઃ લોકડાઉન એટલે હતંુ કે લોકો ઘરમાં રહે. હવે નહીં લાગે તેવી ખાત્રી અાપી છે પણ તમારંુ ઘરમાં રહેવું જ સુરક્ષિત છે.

કેમ પરીક્ષા છે?
કારણ કે ચાલી રહેલા માર્ચમાં જ 57 મહિલા, 27 પુરુષ અને 1 બાળક મળીને 85 કેસ આવી ગયા છે. જેથી કલેક્ટરે રવિવારે વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ કર્યો છે. હવે ખરેખર સતર્ક રહેવું જરૂરી છે.

લોકડાઉનમાં શુદ્ધ હવા પણ મળી
લોકડાઉન દરમિયાન કન્સ્ટ્રક્શનના કામ રોકાઇ ગયા હતા, સાથે વાહનોનું આવાગમન પણ બંધ થઇ ગયું હતું. એક પોઝિટિવ ઇફેક્ટ એ પણ હતી કે, એર ક્વાેલિટી ઇન્ડેક્સ 100થી નીચે આવી ગયો હતો. એપ્રિલ માસમાં પ્યુરીફાઇ 51 જ હતું. ત્યાર બાદ પણ એક્યુઆઇ 51 નીચે રહ્યો રહ્યો હતો.

દાહોદમાં લોકડાઉન, ક્યારે-ક્યારે શું-શું થયું?
22 માર્ચે – જનતા કરફ્યૂનું દાહોદ દ્વારા સમર્થ કરવામાં આવ્યું. આખો જિલ્લો જડબેસલાક બંધ રહ્યો હતો.
25 માર્ચ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી.
31 માર્ચ – સુધી ટ્રેનોને બંધ કરાઇ, રેલવેએ પોતાના આ નિર્ણયને આગળ વધાર્યા જ કર્યું.
8 એપ્રિલે – ઇન્દોરથી પરિવાર સાથે આવેલી બાળકી મુસ્કાન સૌ પ્રથમ પોઝિટિવ આવી હતી.
4 મે – લોકાઉન 3.0માં છૂટ મળવાની શરૂઆત થઇ હતી. જેના પગલે કેટલીક દુકાનો ઓડ-ઇવન પદ્ધતિથી ખુલવાની શરૂઆત થઇ.
7 ઓગસ્ટ – રવિવારના રોજથી લોકડાઉન રહ્યું. જે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થયું.
21 માર્ચ – પુન: દર રવિવારે વાણિજ્યિક પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

કયા મહિનામાં કોરોનાના કેટલા કેસ બહાર આવ્યા

માસ પુરુષ મહિલા બાળક
એપ્રિલ-20 3 1 1
મે-20 15 15 3
જૂન-20 16 4 0
જુલાઇ-20 357 160 6
ઓગસ્ટ-20 373 215 2
સપ્ટે.-20 302 135 7
ઓક્ટો.-20 136 72 4
નવેમ્બર-20 244 159 5
ડિસે.-20 273 161 1
જાન્યુ.-21 99 60 0
ફેબ્રુ.-21 15 10 0
માર્ચ -21 57 27 1

​​​​​​​​​​​​​​દાહોદ જિલ્લામાં એપ્રિલ 2020થી ક્યાં કેટલા કેસો
દાહોદ શહેર – 1396
દાહોદ તાલુકો – 187
બારિયા નગર – 107
બારિયા તાલુકો – 71
ઝાલોદ નગર – 240
ઝાલોદ તાલુકો – 360
ધાનપુર – 58
ફતેપુરા – 117
ગરબાડા – 158
લીમખેડા – 134
સંજેલી – 46
સિંગવડ – 35

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: