વરસાદ: દાહોદ જિ.માં વરસાદે આરામ ફરમાવ્યો અન્ય તાલુકાઓ ઓછોવત્તા ભીંજાયા

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગુરુવારે વીજળીના કડાકા સાથે દાહોદમાં 27 મિમી વરસાદ

દાહોદ જિલ્લામાં શુક્રવારે ઉકળાટ સાથે વરસાદે દિવસભર વિરામ ફરમાવ્યો હતો. ગુરુવારે બપોરે અને રાતના સમયે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાયો હતો. તા.16ના રોજ જિલ્લાભરમાં વરસાદે વિરામ ફરમાવ્યો હતો. જોકે તા.15 જુલાઈની બપોરે અને રાતના સમયે વરસેલા વરસાદ અંતર્ગત દાહોદમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. તો સાથે જિલ્લાના ગરબાડામાં 3, ઝાલોદમાં 4, દેવગઢ બારિયામાં 7, ધાનપુરમાં 1, ફતેપુરામાં 2, લીમખેડામાં 9, સંજેલીમાં 3 અને સીંગવડમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદના પ્રમાણમાં મોટા કહેવાય તેવા ઝાપટાં બાદ દાહોદ‌ શહેરના સ્ટેશનરોડ, ભીલવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને આવાગમનમાં તકલીફ સાથે અનેક લોકોના વાહનો પણ પાણીમાં અટવાઈ ગયા હતા.પાકને જીવતદાન મળે તેવો સારો વરસાદ થતાં દાહોદના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત વર્ગમાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળી હતી. આ સાથે જિલ્લામાં સૌથી વધુ કુલ વરસાદ દાહોદ તાલુકામાં 158 મીમી અને સૌથી ઓછો વરસાદ ધાનપુરમાં 43 મીમી નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: