વરવી વાસ્તવિકતા, ઓનલાઇન દેખાડો!: રેલમંત્રીનું ટ્વિટ, ‘રેલવે કૉચમાં 3 લાખ આઇસોલેશન બેડ તૈયાર કરાશે’, પણ ગુજરાતમાં 1 વર્ષથી 1100 બેડના રેલવે કોચ ધૂળ ખાય છે!

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Railway Minister’s Tweet 3 Lakh Isolation Beds Will Be Prepared In Railway Coaches, Railway Coaches Of 1100 Beds In Gujarat Have Been Eating Dust For 1 Year.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા, રાજકોટ, દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલા કોચની ટ્રેન અને એની અંદરની સુવિધાઓની તસવીર - Divya Bhaskar

દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલા કોચની ટ્રેન અને એની અંદરની સુવિધાઓની તસવીર

  • વડોદરા , રાજકોટ સહિતનાં રેલવે સ્ટેશન પાસે 50 કોચ એક વર્ષથી નકામાં પડ્યા છે
  • રાજ્ય તંત્ર કહે છે, અમારા અધિકાર ક્ષેત્રમાં નથી
  • રેલવે ઓથોરિટીએ કહ્યું રાજ્ય સરકાર કહેશે ત્યાં કોચ મૂકીશું

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે દર્દીઓને સમાવવા કોઈ હોસ્પિટલોમાં જગ્યા નથી ત્યારે રાજ્યના વડોદરા, રાજકોટ સહિતના વિવિધ રેલવે સ્ટેશન પર 50 જેટલા કોચમાં 1100થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે તેનો ઉપયોગ થઇ શકતો નથી.

રેલવે વિભાગઃ અમને પ્રશાસને કહ્યું હતું
એકતરફ રેલવે પ્રધાન પીયૂષ ગોહેલ દેશમાં 3 લાખ જેટલા આઇસોલેશન બેડ તૈયાર કરવાનું ટ્વીટ કરે છે ત્યારે ગુજરાતમાં તૈયાર પડેલા 50 જેટલા કોચનો જાણે કોઇ રણીધણી નથી. રેલવે વિભાગ કહે છે કે અમને રેલવે મંત્રાલયની સૂચના મળતા કોચ તૈયાર કરાયા હતા. અમારી પાસે કોચની જે સુવિધા છે એની જાણ વહીવટીતંત્રને કરી દેવાઈ છે, પરંતુ હજુ એમના તરફથી કોઈ કોચની જરૂરિયાત ઊભી થઇ હોવાનું જણાવ્યું નથી. રાજ્યમાં જ્યાં ઇમરજન્સી હશે ત્યાં આ કોચ મોકલાશે. કોચ તૈયાર કરાયાને એક વર્ષ થઈ ગયું છે પણ ઉપયોગ ન હોવાથી બંધ હાલતમાં છે.

ગુજરાતમાં 1 વર્ષથી 1100 બેડના રેલવે કોચ ધૂળ ખાય છે

ગુજરાતમાં 1 વર્ષથી 1100 બેડના રેલવે કોચ ધૂળ ખાય છે

દાહોદ વર્કશોપમાં 20 આઇસોલેશન કોચ બન્યા પરંતુ હાલ એક પણ નથી
પશ્ચિમ રેલવે ઝોનમાં રતલામ ડિવિઝનના 90 સહિત 480 સ્લીપર કોચને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરાયા હતાં. રતલામ ડિવિઝનમાં 63 કોચ સહિત પશ્ચિમ રેલવેમાં 369 કોચને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરાયા હતા. જેમાં દાહોદ વર્કશોપમાં 20 આઇસોલેશન કોચ બનાવવામાં આવ્યા હતાં. દાહોદના વર્કશોપના અધિકારી વિનયકુમારે જણાવ્યુ હતું કે, હાલ દાહોદ ખાતે એક પણ આઇસોલેશન કોચ નથી.

કોચની અંદરની વ્યવસ્થા

કોચની અંદરની વ્યવસ્થા

રાજકોટ જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ રાજકોટને ઓક્સિજન બેડની ખાસ જરૂર છે, કોચમાં ઓક્સિજન લાઈન નથી અને તેટલા દર્દીઓને સિલિન્ડર પર રાખવા શક્ય નથી એટલે કોચનો ઉપયોગ કર્યો નથી. ઓક્સિજનની જરૂરિયાત વગરના દર્દી માટે CCC ની ઘણી વ્યવસ્થા છે અને તે ખાલી છે.

કોચની અંદરની વ્યવસ્થા

કોચની અંદરની વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: