વરણી: દાહોદ APMCમાં ચેરમેન પદે કનૈયા કિશોરીની ચોથી વખત નિયુક્તિ કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સામે પક્ષે કોઈ ઉમેદવારી ન નોંધાતાં બિનહરીફ વિજેતા તરીકે જાહેર
દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન કનૈયાલાલ કિશોરી જ બિનહરીફ રહેતા પુન: નિયુક્તિ થઈ હતી. દાહોદ એ.પી.એમ.સી.ના ચેરમેનનો કાર્યકાળ પુરો થતા સંસ્થાના સભાખંડમાં તા.21/11/2020ના રોજ ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રાર એસ.આર. પટેલના વડપણ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગના-વેપારી વિભાગના અને સરકાર તરફના 2 મળી તમામ 17 ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યાં હતા.
આ સમયે વેપારીઓ વતી શૈલેષભાઈ ગિરધરલાલ શેઠે ચેરમેન તરીકે વર્તમાન ચેરમેન કનૈયાલાલ કિશોરીના નામની દરખાસ્ત મૂકતા તેમની સામે કોઈએ પણ ઉમેદવારી ન નોંધાવતા કનૈયાલાલ કિશોરી ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમયે પોલીસ બંદોબસ્ત વચ્ચે સભાખંડમાં યોજાયેલી આ પ્રક્રિયા દરમિયાન સભાખંડની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારીઓ તેમજ ખેડૂત અગ્રણીઓએ અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઢોલનગારા અને આતશબાજી સાથે કનૈયાલાલની સતત ચોથી વખત થયેલી વરણીને આવકારી અભિનંદન આપ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed