વનમહોત્સવ અંતર્ગત બાવકાના નંદનવનનું ‘કોરોના વોરિયર્સ’નામાભિધાન કરાયું

  • કોરોનાકાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું યથોચિત
  • રાજ્ય મંત્રી, સાંસદની ઉપસ્થિતિમાં 71માં વન મહોત્સવની ઉજવણી

દિવ્ય ભાસ્કર

Aug 10, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદમાં છેલ્લા પાંચેક માસથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દિનરાત તનતોડ મહેનત કરી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સને યથોચિત સન્માન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન મહોત્સવ અંતર્ગત બાવકા ખાતે નિર્માણ પામેલા ઉપવનને ‘કોરોના વોરિયર્સ વન’ નામાભિધાન કરવામાં આવ્યું છે. રવીવારે વન મહોત્સવની ઉજવણીની સાથે કોરોના વોરિયર્સ વનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

વન મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પરિવારમાં એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવાનું તેમણે આહ્વાન કર્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લામાં જંગલ બહારમાં વૃક્ષોનું પ્રમાણવધીને 14 ટકા થયું છે. જિલ્લામાં આવેલા 698 પૈકી 443 ગામો વન્ય વિસ્તારોમાં આવેલા હોવાનું જણાવ્યુ હતું. વન વિભાગની કામગીરીની સરાહના કરાઇ હતી.

71માં વન મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં 50 લાખથી વધુ રોપા વાવવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. બાવકા ખાતે 3500 રોપા વાવી તેનું જતન કરવામાં આવશે. વન વિભાગ દ્વારા કોરોના વાયરસ સામે ઉકાળાનું કામ કરતી ઔષધિના રોપા વિતરણ વાહન અને બે મોબાઇલ પશુ દવાખાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: