વણભોરીમાં બાઇક પર લવાતો દારૂ-બિઅરનો જપ્ત

રળિયાતીના યુવકની ધરપકડ : બાઇક જુનાગઢના યુવકની માલિકીની

  • Dahod - વણભોરીમાં બાઇક પર લવાતો દારૂ-બિઅરનો જપ્ત

    વણભોરી ગામે બાઇક ઉપર લવાતો 58 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરતાં રળિયાતીના યુવકની ધરપકડ કરી હતી. તપાસ કરતાં આ બાઇકનો માલિક જુનાગઢનો યુવક હોવાનું જાણવા મળ્યું છે.

    કતવારાના પીએસઆઇ એસ. બી ઝાલા વણભોરી ગામ તરફ પેટ્રોલિંગમાં હતાં. તે વખતે 4.30 વાગે બાઇક પર પોટલું મુકીને પસાર થતાં યુવકનો પીછો કરીને રોક્યો હતો. તપાસ કરતાં પોટલામાંથી દારૂ અને બિઅરની 668 નંગ બોટલો મળી આવી હતી. 58260 રૂપિયાના દારૂ સાથે હેરાફેરી કરી રહેલાં રળિયાતી ગામના સાગર નરેશ સાંસીને પકડ્યો હતો. પોલીસની તપાસમાં જીજે-11-ક્યુક્યુ 1090 નંબરની આ બાઇક જુનાગઢના માનખેતરાના જયદીપ ખેરની માલિકીની હોવાનું ખુલ્યું હતું. હેડ કોન્સ્ટેબલ અનીલ બળવંતની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આ બાઇક ચોરીની છે કે નહીં તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: