વડોદરા સયાજીમાં ફરાર તસ્કર દાહોદમાં ઝડપાયો

દાહોદ ટાઉન વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર નાસતા ફરતા આરોપીઓની વ્યુહાત્મક વોચ ગોઠવવામાં આવી હતી. હે.કો….

  • Dahod - વડોદરા સયાજીમાં ફરાર તસ્કર દાહોદમાં ઝડપાયો

    દાહોદ ટાઉન વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર નાસતા ફરતા આરોપીઓની વ્યુહાત્મક વોચ ગોઠવવામાં આવી હતી. હે.કો. મુકેશકુમાર સુગમચંદની બાતમી આધારે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પો.સ્ટે.ના ગુનાનો છેલ્લા એક વર્ષથી પોલીસ જાપ્તામાંથી

    ફરાર આરોપી મીલીમ કંચનભાઇ રાઠવા રહે. બુઝર તા.કવાંટ જી.છોટાઉદેપુર ગરબાડા ચોકડી ઉપર આવનાર હોવાની માહિતી આધારે ઝડપી પાડ્યો છે. મીલીમે વર્ષ 2015માં ચોરીની 4 ઘટનાને અંજામ આપ્યો હતો. 2017માં પકડાયા બાદ તબિયત બગડતાં સારવાર માટે વડોદરાના સયાજી દવાખાને લઇ જવાયો હતો.ત્યાંથી ચકમો આપીને તે ફરાર થઇ ગયો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: