લ્યો હવે! દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ

  • ભાગી ગયેલી પત્નીને પાછી લાવવા માટે પતિની શોધખોળ, પોલીસની મદદ લીધી

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 12:48 PM IST

દાહોદ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે.

15 દિવસ પહેલા બંને ભાગી જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતા નરેશના લગ્ન રમીલા(નામો બદલ્યું છે) સાથે 20 વર્ષ પહેલા સમાજના રિતી-રિવાજ પ્રમાણે થયા હતા. આ દરમિયાન તેઓ 2 પુત્ર અને 5 પુત્રીના પિતા બન્યા હતા. જોકે આધેડ અવસ્થામાં પહોંચી ગયેલી 7 સંતાનોની માતા રમીલાને તેની બાજુના ગામમાં રહેતા 5 સંતાનોના પિતા મહેશ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને પગલે નરેશ અને રમીલાના 20 વર્ષના સુખી સંસારમાં ભંગાણ પડ્યું હતું. 15 દિવસ પહેલા મહેશ અને રમીલા ઘરેથી ભાગી ગયા હતા. જેથી બંને પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંને ન મળી આવતા પતિએ પત્નીને પાછી મેળવવા માટે પોલીસની મદદ લીધી છે.

પરિણીત પ્રેમી પ્રેમિકા ભાગી જતા બે પરિવાર પિંખાઇ ગયા
એક તરફ 7 સંતાનોની માતા ઘર છોડીને જતી રહેલા પિતા નરેશ તેના બાળકોને સાચવી રહ્યો છે અને બીજી તરફ 5 સંતાનોનો પિતા પરિવારને રામભરોસે છોડી દેતા હવે માતા તેના 5 સંતાનોને લઇને પિયરઓના સહારે જીવી રહી છે.

સુરતમાં મોટોભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો હતો
ઉલ્લેખનિય છે કે, સુરતમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા ભાગી ગયા હતા. જેમાં મોટાભાઈના પત્ની અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાઇ ગયા છે. મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં પોતાના પતિની કરતૂતો છતી કરી હતી. પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા અને ચોરી છુપે દારૂ પણ વેચતા હતા. પરિણીતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે.

પતિ નાનાભાઇના ઘરે વારંવાર જતો હોવાથી તપાસ કરતા પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યુ
પતિ તેના નાનાભાઈના ઘરે વારંવાર જતો હતો. તેથી કામિનીને શંકા જતા તપાસ કરી પતિને તેના નાનાભાઈની પત્નીની સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતું. લોકડાઉનમાં નાનોભાઈ અને તેની પત્ની વતન જતા પતિ પણ પત્ની સંતાનોને છોડીને વતન ચાલ્યો ગયો હતો. 16 જૂનના રોજ મોટોભાઈ નાનાભાઈની પત્ની સાથે ભાગી ગયો હતો. પરિણીતા કામ માટે ઓલપાડ ગઈ હતી. ત્યાં પતિને દિયરની પત્ની સાથે જોતા પોલીસને જાણ કરી હતી. ત્યાં પરિણીતાને પતિએ માર માર્યો હતો અને ડિવોર્સનું દબાણ કર્યું હતું. બાદ પરિણીતાએ ઘરે આવીને સાસરિયા સહિતના સંબંધીઓને બોલાવીને આ બાબતે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ પતિએ હત્યાની કોશિશ કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: