લોકોમાં રાહત: દાહોદ જિલ્લો હવે નજીકના ભવિષ્યમાં કોરોનામુક્ત બનશે : 36ને રજા અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિ.માં શુક્રવારે નવા 4 કોરોના સંક્રમિતો નોંધાયા

દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા માત્ર 4 જ કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં શુક્રવારે Rtpcr ટેસ્ટના 2162 સેમ્પલો પૈકી 1 અને રેપીડના 751 સેમ્પલો પૈકી 3 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 2 સહિત દાહોદ ગ્રામ્ય અને દે.બારીયા ગ્રામ્યના 1-1 સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે સાજા થયેલા 39 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. 15 દિવસ અગાઉ દાહોદ જિલ્લામાં દાહોદ શહેરના 34 કેસ સહિત કુલ 107 કેસ નોંધાયા હતા ત્યારબાદ 100થી આંકડો સતત ઘટતો ગયો હોઈ લોકોમાં રાહત થઇ હતી ત્યારે શુક્રવારે દાહોદ શહેરના 2 સહિત કુલ 4 જ કેસ આવતા લોકોએ હાશ અનુભવી હતી.

દાહોદમાં 1 માસથી લોકડાઉનના પાલન સાથે તંત્રની વિવિધ ક્ષેત્રની કડકાઈ પણ આ કેસ ઘટાડા માટે નિમિત્ત બની છે ત્યારે દાહોદ જિલ્લો ઝડપભેર કોરોનામુક્ત જાહેર થાય તેવી આશા બંધાઇ છે. અલબત્ત, હજુય અનેક લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતા જોવા મળે છે ત્યારે હવે કેસમાં ઘટાડો થતા લોકો મક્કમતાથી ગાઈડ લાઇનનું પાલન કરે તે જરૂરી છે. દાહોદમાં માર્ચ અને એપ્રિલમાં જે પ્રકારે કેસો વધતા હતા ત્યાર બાદ મે માસથી જ કેસમાં ઘટાડો નોંધાયો છે.

લીમડી, પીપલોદ, જેસાવાડા, પાલ્લીમાં પણ રાત્રી કરફ્યૂ યથાવત રખાયો
જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ શહેરમાં તા. 28-5થી 4-6 સુધી રાત્રીના 9 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. ઝાલોદ શહેર, લીમડી, દે.બારીઆ, પીપલોદ, ફતેપુરા, સુખસર, ગરબાડા તાલુકાના ગરબાડા, જેસાવાડા, લીમખેડા, પાલ્લી, સંજેલી, સીંગવડ તાલુકાના સીંગવડ, ધાનપુર ખાતે જે રાત્રી કરફ્યુ રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા કર્યો છે અને તેની મુદ્દત પણ લંબાવીને તા.4 જુન સુધી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: