લોકોની બેદરકારી: દાહોદ-મહીસાગરમાંથી માસ્કના દંડ પેટે 1.72 કરોડ વસુલાયા છતાં સ્થિતિ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા, દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ બસસ્ટેન્ડ તથા લૂણાવાડા નગરમા લોકો માસ્ક તથા સોસીયલડીસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે - Divya Bhaskar

દાહોદ બસસ્ટેન્ડ તથા લૂણાવાડા નગરમા લોકો માસ્ક તથા સોસીયલડીસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે

  • બંને જિલ્લામાં પોલીસે એક વર્ષમાં 41,526 વ્યક્તિને દંડિત કર્યા

કોરોનાને એક વર્ષ પૂરું થયું છે. મહામારીથી બચવા માટે માસ્ક સૌથી મોટું શસ્ત્ર છતાં તેને ધારણ કરવામાં લોકો દ્વારા નિષ્કાળજી દાખવનારા પાસેથી તંત્રે ભારે દંડ વસૂલ્યો હતો. દાહોદ અને મહીસાગર જિલ્લાની વાત કરીએ તો એક વર્ષમાં લોકો પાસેથી લગભગ 1.72 કરોડ માસ્ક નહીં પહેરવા બાબતે દંડ સ્વરૂપે વસુલ્યા હતા. વિધાનસભામાં ધારાસભ્ય વજેસિંગભાઇ પડદા દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત ઉત્તરમાં મુ.મત્રી દ્વારા રજૂ કરાયેલા જવાબમાં જણાવાયું હતું કે, 31.01.2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં પોલીસ દ્વારા માસ્કનો ભંગ કરવાની કાર્યવાહી કરી હતી. દાહોદ જિલ્લામાં 18,241 વ્યક્તિને માસ્ક ન પહેરવા બાબતે 80,85,500નો દંડ વસુલ્યો હતો. મહીસાગર જિલ્લામાંથી પણ 23,285 પાસેથી 92,02,200નો દંડ વસુલ્યો હતો.

દાહોદ બસસ્ટેન્ડ તથા લૂણાવાડા નગરમા લોકો માસ્ક તથા સોસીયલડીસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે

દાહોદ બસસ્ટેન્ડ તથા લૂણાવાડા નગરમા લોકો માસ્ક તથા સોસીયલડીસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: