લોકાર્પણ: દાહોદમાં 165 કેદીની ક્ષમતાવાળી આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ પાસે ઝાલોદ રોડ પર બનેલી જિલ્લા સબજેલમાં જે સુરક્ષા માટે 21 ફૂટ ઊંચી RCC દીવાલ બનાવવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા દાહોદ નજીક ઝાલોદ રોડ પર 80500.00 ચો.મી. જમીનમાં ડોકી જિલ્લા સબ જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ. 20,25,57,163 થયો છે. એસ.ટી.પી અને વોટર સપ્લાય માટે રૂ. 1,20,05,357 અને લાઇવ વાયર રૂ. 37,00,000નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કુલ બાંધકામનું ક્ષેત્રફળ 7258.06 ચો.મી. છે. આ જિલ્લા સબ જેલની કુલ ક્ષમતા 165 કેદીઓની છે. જેમા પુરૂષ કેદીની સંખ્યા 145 છે. અને મહીલા કેદીઓની સંખ્યા 20 છે. આ જિલ્લા સબ જેલ ખાતે કુલ 25 રહેણાકી આવાસો બાંધવામાં આવ્યા છે.

જેમા કક્ષા ડી-01 , ક્ક્ષા સી-04, તથા કક્ષા બી-20 આવાસો બાધવામાં આવ્યા છે. જેલની સુરક્ષા માટે 21 ફૂટ ઉંચી આર.સી.સી. દિવાલ લાઇવ વાયર સાથે તેમજ બધાજ બિલ્ડીગને 14 ફૂટ ઉંચી કોર્ટ યાર્ડ દિવાલ કરવામા આવી છે તથા ફિમેલ યાર્ડને 18 ફુટ ઉંચી કોર્ટ યાર્ડ દિવાલ કરવામાં આવી છે. સમગ્ર કેમ્પસમા 3 નંગ હાઇમાસ્ટ દ્વારા સ્ટ્રીટલાઇટ ફિટ કરવામા આવ્યા છે. નિરિક્ષણ માટે 6 વોચટાવર બાંધવામા આવ્યા છે. તેમજ આર.સી.સી રોડ, રેઇન વોટર હાર્ડવેસ્ટીંગ તેમજ 6100.00 ચો.મી. એરીયાનુ લેંન્ડ સ્કેપીંગ કરવામા આવ્યા છે. આ જેલનું રવિવારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.


Related News

Comments are Closed

%d bloggers like this: