લોકડાઉન: દાહોદના ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડા ગામમાં લોકડાઉન, આખાય જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ પળાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લો કોરોનાના અજગરી ભરડામાં આવી જતાં આવતી કાલથી લોકડાઉનનો નિર્ણય લેવાયો જિલ્લામાં ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડા ગામમાં 6 એપ્રિલથી લોકડાઉનનો નિર્ણય ત્રણેય ગામમાં બજારો બપોરો 1 વાગ્યા પછી બંધ રાખવા ફરમાન

દાહોદ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. શહેરી વિસ્તારની સાથે ગામડાઓમાં પણ કોરોનાના દર્દી વધતાં પ્રજામાં ભય ફેલાયો છે. ફતેપુરા તાલુકામાં પણ કોરોનાના દર્દી વધવાને કારણે તાલુકા મથક ફતેપુરા તેમજ બાજુમાં જ આવેલા કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડા ગામમાં તારીખ 6 એપ્રિલથી લોકડાઉનના આદેશ ગ્રામ પંચાયતે કર્યા છે.

ગામડાઓમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી

દાહોદ જિલ્લામાં હવે ગ્રામ્ય વિસ્તાર પણ કોરોનાના અજગરી ભરડામાં આવી રહ્યો છે. શહેરી વિસ્તારમાં તો કેસ વધી જ રહ્યાં છે. તેની સાથે ગામડાઓમાં પણ કોરોના આંક ઉંચો જઇ રહ્યો છે. બીજી તરફ ગામડાઓમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. આવા પ્રસંગોમાં લોકો ઉત્સાહમાં કોરોનાના નિયમોની ઐસી તૈસી કરી રહ્યાં છે. ત્યારે ગંભીર સ્થિતિનું નિર્માણ થાય તો નવાઇ પામવા જેવુ નહી હોય. તેમજ દાહોદ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ પળાશે.

તારીખ 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ

જિલ્લાના ફતેપુરા તાલુકામાં કોરોના વધી રહ્યો હોવાથી આ તાલુકાના બલૈયા ગામમાં પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ હતુ. જેનો આજે છેલ્લો દિવસ છે. બીજી તરફ તાલુકા મથક ફતેપુરા અને તેની પાસે જ આવેલા કરોડિયા પૂર્વ અને કાલીયા વલુન્ડામાં પણ કોરોનાના દર્દી વધતાં ગ્રામ પંચાયતો દ્વારા આ ત્રણેય ગામોમાં તારીખ 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેનો પરિપત્ર સરપંચે બહાર પણ પાડી દીધો છે.

વેપાર ધંધા સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે

આ ત્રણેય ગામમાં વેપાર ધંધા સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. ત્યાર પછી આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપારીઓએ પોતાના ધંધા ફરજીયાત બંધ રાખવા ફરમાન કરવામાં આવ્યુ છે. કારણ કે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકામાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 23 જેટલા છે. તેમાંથી તાલુકા મથક ફતેપુરામાં જ 13 જેટલા કોરોનાના દર્દી હોવાનું આરોગ્ય વિભાગ જ જણાવે છે. ત્યારે આવનાર સમયમાં ગંભીર સ્થિતિ ન થાય તેના માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: