લૂંટ: રસ્તો બતાવવાના બહાને ઇકોમાં બેસાડી લૂંટ ચલાવી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડ્રાઇવર સહિત પાંચ લોકો સામે ગુનો

દાહોદ જિલ્લાના લીમડીમાં રસ્તો બતાવવાના બહાને યુવકને ઇકો ગાડીમાં બેસાડી તેની પાસેથી બે ભોરિયા એક મોબાઇલ તથા 25 હજાર રૂપિયા રોકડાની લૂંટ કરી પાંચ લોકો ભાગી ગયા હતા. આ સંદર્ભે લીમડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટ સાબલી ગામના અમિતભાઇ રસુભાઇ બારીયા તેમની પત્ની સાથે તા.13મીના રોજ સુરતથી મજુરી કામેથી પરત પોતાના વતન આવ્યા હતા. ત્યારે લીમડી બસ સ્ટશેન ઉપર ઉતર્યા હતા. ત્યારે તેમના પિતાએ ફોનમાં રિચાર્જ અને શોકભાજી લાવવાનું કહેતા કારઠ રોડ ઉપર પત્નીને ઉભી રાખી રિચાર્જ કરાવવા તથા શાકભાજી લેવા સુભાષ સર્કલ ચોકડી તરફ ચાલતા જતા હતા.

તે દરમિયાન ચારેક વાગ્યાના અરસામાં લીમડી ગામની સીમમાં ઝાલોદ તરફ જતાં બાયપાસ રોડ નજીક એક સફેદ ઇકો ગાડી જેમાં પાંચ અજાણ્યા ઇસમોએ ઝાલોદ રોડ બતાવવાનું કહી અમિતભાઇ રસુભાઇ બારીયાને ગાડીમાં બેસાડી દીધો હતો અને થોડે દૂર ગયા બાદ પાચેય જણાએ અમિતભાઇ પાસેથી ચાંદીના ભોરીયા નંગ 2, તથા મોબાઇલ ફોન અને રોકડા રૂા.25000 બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. ત્યાર બાદ અમિતભાઇને રસ્તામાં ઉતારી પાંચેય લૂંટારૂઓ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: