લૂંટ: રળીયાતીમાં બાઇક ચાલકના ખિસામાંથી 15 હજાર કાઢી ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- રૂપિયાની માંગણી કરતા ન આપતા લૂંટ ચલાવી
દાહોદ ઇન્દોર હાઇવે ઉપર રળીયાતી ગામે પોલીસ વાળો છુ કહી મોટર સાયકલ ચાલકને રોકી રૂપિયાની માંગણી કરતા નહી આપતાં ખિસ્સામાંથી રૂપિયા કાઢી લઇ ભાગી ગયો હતો.
લીમખેડા તાલુકાના ઉસરા ગામના પટેલ ફળિયામાં રહેતા કરણભાઇ સુરેશભાઇ મુનિયા તથા તેમની હોટલમાં કામ કરતો મનિષભાઇ ભાવસીંગભાઇ ભાભોર એમ બન્ને જણા તા.1 એપ્રિલના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં મોટર સાયકલ ઉપર જાલત ગામે જતા હતા. તે દરમિયાન ઇન્દોર હાઇવે ઉપર રળીયાતી ગામે પાણીના ટાંકાની સામે એક અજાણ્યો મોટર સાયકલ કરણભાઇની મોટર સાયકલને ઓવરટેક કરી ઉભી રખાવી અને જણાવેલ કે હુ પોલીસ વાળો છુ તારી ગાડીના કાગળો તથા લાયસન્સ લાવ નહી તો પોલીસ સ્ટેશનમાં ચાલ તેમ કહી પાંચસો રૂપિયાની માંગણી કરતા અજાણ્યો માણસ પોલીસ વર્દીમાં ન હોવાથી તેના ઉપર શંકા જતા રૂપિયા આપવાની ના પાડી હતી.
જેથી અજાણ્યા વ્યક્તિએ કરણભાઇના ખીસ્સામાં હાથ નાખી પાકીટ કાઢી લઇ તેમાં મુકી રાખેલા રૂપિયા 15,000 લઇ બન્ને જણા તેની પાછળ પાછળ પોલીસ સ્ટેશન આવો તેમ કહેતા અજાણ્યા વ્યક્તિની મોટરસાયકલ પાછળ જતા હતા. ત્યારે આર.ટી.ઓ. કચેરી આગળ પાસે અજાણ્યો વ્યક્તિ પોતાની મોટરસાયકલ સ્પીડમાં ભગાવી નાસી ગયો હતો. કરણભાઇએ તેનો પીછો કર્યો હતો પરંતુ હાથ લાગ્યો ન હતો. ત્યારબાદ આજદિન સુધી તેનો કોઇ પત્તો ન મળતાં આખરે કરણભાઇ મુનિયાએ પોલીસના શ્વાંગમાં આવેલા અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Related News
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members OfRead More
Comments are Closed