લૂંટ પ્રકરણ: બ્લેકમેઇલ થતી હતી કે પ્રેમમાં સમર્પિત હતી : પોલીસ તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લૂંટનું તરકટ રચનાર નીલુસિંહ વર્ષ 2018થી પ્રેમી બીટ્ટુના સંપર્કમાં હતી
  • ષડ્યંત્ર રચ્યું તે દિવસે જ રૂપિયા અઢી લાખ આપ્યા હતા, માલિક હોવા છતાં પોતે દૂધ આપવા જતો હતો

દાહોદ શહેરના ગોવિંદ નગર સ્થિત શ્રીનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતી નીલુસિંહ અને બીટ્ટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયક વર્ષ 2018થી સંપર્કમાં આવ્યા હતાં. બીટ્ટુનો તબેલો હોવાથી તે દૂધનો વેપાર કરતો હતો. રેલવે અધિકારીઓ સહિત ઘણા લોકોના ઘરે બીટ્ટુના ત્યાંથી દૂધ જાય છે. આમ તો આ દૂધ આપવા જવાનું કામ અનિલ નામક યુવક કરતો હતો પરંતુ નીલુસિંહના ઘરે તો બીટ્ટુ પોતે જ દૂધ આપવા જતો હતો. બંનેની આંખ તો મળી ગઇ હતી. જે પ્રકારે નીલુસિંહે બીટ્ટુને પોતાના તમામ દાગીના આપી દીધા હતા તેમજ લૂંટનું તરકટ રચ્યું તે દિવસે જ અઢી લાખ રૂપિયા આપ્યા હતાં. નીલુસિંહને બીટ્ટુ બ્લેકમેઇલ કરતો હતો માટે સુખી સંસાર ન ભાંગે તે માટે ષડ્યંત્ર રચ્યુ કે પછી બીટ્ટુ ઉપર મોહિત હોવાથી નીલુસિંહે તેને ખુશીથી જ બધુ આપી દીધુ હતુ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

બ્લેકમેલિંગની સ્ટોરી કહી પુત્રીને નાટક કરવા રાજી કરી હશે
આ પ્રકરણમાં 11 વર્ષિય પુત્રીની મહત્વની ભૂમિકા રહી હતી. તેણે જ લૂંટ કઇ રીતે થઇ હતી તે બાબત નિર્ભિક બનીને પોલીસ સમક્ષ વર્ણવી હતી ત્યારે નીલુસિંહે પોતે બ્લેકમેઇલ થતી હોવાની સ્ટોરી પુત્રી સમક્ષ વર્ણવીને તેને આ નાટક કરવા માટે રાજી કરી હશે તે પણ નકારી શકાય તેમ નથી.

ઉપરના રૂમમાં પોતે જ તમામ સામાન વેરવિખેર કર્યો હતો
પુત્રનો જન્મ દિવસ હોવાથી પતિ સાથે કેક સહિતનો સામાન લેવા જવાનો પહેલેથી પ્લાન બનાવી લીધો હતો. ઉપરના રૂમમાં નીલુસિંહે પોતે જ તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ બાબત પુત્રી જાણતી હતી. ત્યાર બાદ બંને ખરીદી કરીને આવ્યા બાદ પુત્રીએ લૂંટની વાત કરતાં પોલીસ બોલાવાઇ હતી. શહેરમાં ખળભળાટ મચ્યો હતો.

પોલીસને કયા કારણે શંકા ગઇ
સીસીટીવી ચેક કરતાં કોઇ શંકાસ્પદ મળ્યું નહીં } બાળકોના શરીરે મારના નિશાન જોવા ન મળ્યા } ગ્લાસ કે ઢોળાયેલું પાણી જોવા ન મળ્યું } લૂંટ બાદ બાળકોએ પાડોશીઓને જાણ કેમ ના કરી, ઘરમાં જ કેમ બેસી રહ્યા

બાળકીની છેડતી કરી હોવાની રજૂઆત પણ કરી
તપાસ અને પૂછપરછ જોઇને નીલુસિંહને ભાંડો ફૂટી જશે તેવો ડર હતો. જેથી લૂંટ કરવા આવનાર વ્યક્તિઓ પુત્રીની શારીરિક છેડતી કરાઇ હોવાનું રજૂઆત પણ કરી હોવાની રજૂઆત કરી હતી. પરંતુ પોલીસે પૂછપરછ કરતાં બાદમાં ફેરવી તોળ્યું હતું.

નીલુસિંહ દ્વારા પ્રેમી બીટ્ટુને કયા-કયા દાગીના પધરાવાયા હતાં
નીલુસિંહે પ્રેમી બીટ્ટુને ગત ઓક્ટોબરમાં જ સોનાનો સેટ, ટીકી, નથીયા, જુમકી, 7 જોડી ઓરિંગ, 2 જોડ બુટ્ટા, 10 સોનાની વીટી, સોનાની 5 બંગડી, 2 પાટલા, સોનાનો હાર, 2 લોકીટ, મંગળસૂત્ર, નાકની 5 ચુની, કાનની વાળી. છોકરીની ચાંદીની 8 પાયલ, વીછુડી, ચાંદીની વાટકી, કંદોરા, 10 સોનાની વીટી અને અઢી લાખ રૂપિયા આપી દીધા હતાં.


Related News

Comments are Closed

%d bloggers like this: