લૂંટ પ્રકરણ: દાહોદમાં સ્ટેશન માસ્તરના ઘરમાંથી 6.22 લાખના મુદ્દામાલની લૂંટ નોંધાઇ
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
લૂંટની ઘટના બાદ ઘરમાં વેરવિખેર પડેલો સામાન નજરે પડે છે.
- ઘરમાં બે બાળકોને બાનમાં લઇ લૂંટ ચલાવી હતી
- બાળકોએ મુલાકાતી હોવાનું બહાનું ન ચલાવ્યું તો પાણીના બહાને બારણું ખોલાવ્યું : માતા-પિતા બર્થડે માટે કેક લેવા ગયા ત્યારે ટોળકીએ લાભ લીધો
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં સોમવારની સમી સાંજે ઘરમાં એકલા બે બાળકોને બાનમાં લઇને લૂંટ કરાઇ હતી. આ ઘટનામાં 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો હોવાનું પોલીસ મથકે નોંધાયુ છે. દિવાળી સામે બનેલી આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે સાથે પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે.
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં ભાડેથી રહેતાં રાકેશકુમારસિંહ ઠાકુર બોરડીમાં સ્ટેશન માસ્તર તરીકેની ફરજ બજાવે છે. 9 વર્ષિય પુત્ર રોહનસિંહનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી માટે કેક સહિતનો સામાન ખરીદવાનો હોવાથી રાકેશકુમાર અને તેમના પત્ની નીલુસિંહ સાંજના 4.45 વાગ્યે બજારમાં ગયા હતાં. ઘરે રોહનસિંહ અને 11 વર્ષિય પુત્રી નીકીતાસિંહ એકલા હતાં. તે વખતે આવેલા ચાર લૂંટારુઓએ બારણું ખખડાવતાં બાળકોએ કોઇ ઘરે ન હોવાનું જણાવ્યું હતું.
પિતાએ બોલાવ્યા હોવાનું બહાનું કર્યા છતાં ચબરાક બાળકોએ બારણું નહીં ખોલતાં છેલ્લે પાણીની માગણી કરીને બારણું ખોલાવી ચારેય લૂંટારુ ઘરમાં ઘૂસી ગયા હતાં. રોહનસિંહ અને નિકિતાસિંહને માર મારીને મોતની ધમકી આપીને ઘરના ઉપરના માળે સ્ટોર રૂમમાં મુકેલું કબાટ તોડીને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિય 50 હજાર મળીને 6.22 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં.
સાંજના 6.30 વાગ્યે દંપતિ ઘરે પરત આવતાં તમામ સામાન વેરવીખેર અને બાળકો ભયભિત અવસ્થામાં જોવા મળ્યા હતાં. આ ઘટનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. રાકેશસિંહની ફરિયાદના આધારે પોલીસે લૂંટ સંબંધી ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
નિકિતાએ જણાવ્યું .. લૂંટ કઇ રીતે થઇ
‘વો આયે ઓર કહા તુમ્હારે પાપાને હમે બુલાયા હે, તો હમને કહા સોરી અંકલ ઘર પે કોઇ નહીં હે ઇસ લીયે હમ દરવાજા નહીં ખોલ સકતે, ઉસકે બાદ ઉન્હોને બોલા કી હમે પાની દે દો, તો હમને કહા સોરી અંકલ હમ નહીં દે સકતે, વો લોગ જબરજસ્તી કરને લગે તો મેને જીસમે સે મેરા હાથ જા સકે ઉતના હી દરવાજા ખોલ કે ગ્લાસ પકડાયા, ફીર અંકલને ધક્કા દે દિયા ઓર વો અંદર આ ગયે ઓર ઉસકે બાદ મુજે ઓર મેરે ભાઇ કો બહોત મારા ઓર સારી ચીજ લેકે ચલે ગયે. વો ધમકી દે રહે થે કી તુમ્હારે પાપા ઓર મમ્મી બજાર ગયે હે હમે પતા હે, હમ ઉનકો માર દેંગે અગર તુમને કીસી કો બોલા યા ચીલ્લાયા તો હમ તુમ્હારે ભાઇ કો માર દેંગે.’
કયા કયા દાગીનાની લૂંટ થઇ
લૂંટારુ ટોળકી 80 ગ્રામ વજનની ચાર સોનાની બંગડી, 60 ગ્રામ વજનના બે મંગળસૂત્ર, 20 ગ્રામ વજનની એક સોનાની ચેન, 800 ગ્રામ વજનની ચાંદીની સાત જોડ પાયલ અને રોકડા રૂપિયા 50 હજારની લૂંટ કરી ગઇ હતી. પોલીસે આ તમામ મુદ્દામાલની કિંમત 6.22 લાખ આંકી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed