લૂંટ: દાહોદના ફતેપુરાના ડુંગરામા માતાની સારવાર કરાવી પરત ફરતા પરિવારને આંતરી 10 શખ્સોએ રોકડ અને દાગીના લૂંટી લીધા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 10 લૂંટારુઓએ ગાડી રોકી મહિલાના ઘરેણા ઉતરાવી પુરુષ પાસેથી 25 હજાર રોકડા લૂંટી લીધા એક લૂંટારુ ઓળખાઈ જતા તેના સહિત 10 સામે ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે દશેક જેટલા ઈસમોએ એક ગાડી ઉભી રાખી તેમાં સવાર મહિલા સહિત પુરૂષોને બાનમાં લીધા હતા. મહિલાઓએ પહેરેલા સોના-ચાંદીના દાગીના તેમજ પુરૂષો પાસેથી રોકડા રૂપીયા મળી કુલ રૂા.57 હજાર 500ની લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સંબંધે લુંટારૂ પૈકી એકની ઓળખ થઈ જતાં તેની સામે નામ જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે દશ ઈસમોના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના શકવાડા ગામે હોળી ફળિયામાં રહેતાં દિનેશભાઈ બીજીયાભાઈ પારગી પોતાની બિમાર માતાને લઈ સારવાર કરાવી એક ગાડીમાં તેઓ અને પોતાના પરિવારની મહિલાઓ ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન સાંજના સાતેક વાગ્યાના આસપાસ ડુંગરા ગામે રહેતાં ભરતભાઈ છગનભાઈ પારગી તથા તેની સાથે બીજા અજાણ્યા નવેક જેટલા ઈસમોના ટોળાએ ડુંગરા ગામે વલઈ નદી તરફ દિનેશભાઈની ગાડી ઉભી રાખી હતી અને દશ જણા લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ગાડી તરફ ઘસી આવ્યાં હતાં અને સ્થાનીક ભાષા બોલતાં અંદાજ 25 થી 35 વર્ષના ઉંમરલા આ ઈસમોએ દિનેશભાઈ તથા તેમની સાથેના માણસોને માર મારી બાનમાં લીધા હતાં.

લાકડીઓ વડે પણ માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. દશ ઈસમોના ટોળાએ રોકડા રૂપીયા 25 હજાર શર્મીલાબેને ગળામાં પહેરી રાખેલ દશ ગ્રામની ચેઈન કિંમત રૂા.20 હજાર કાનના સોનાના કાપ કિંમત રૂા.10 હજાર હાથમાં પહેરી રાખેલા ચાંદીનું ભોરીયું કિંમત રૂા.2500 એમ કુલ મળી 57 હજાર 500ની સનસનાટી ભરી લુંટ ચલાવી ભરતભાઈ છગનભાઈ પારગી તથા તેમની સાથેના માણસો ફરાર થઈ ગયા હતા.આ સંબંધે દિનેશભાઈ છગનભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: