લૂંટ: ઝાલોદના બલેન્ડીયામા ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને આંતરી રૂપિયા 27 હજાર 800 લૂંટ કરી લૂંટારૂઓ ફરાર

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બુકાનીધારી લૂંટારૂઓએ કર્મચારીઓને માર મારી રોકડ રકમ તેમજ મોબાઇલ લઇ લીધા

ઝાલોદ તાલુકાના બલેન્ડીયા ગામે ફાઈનાન્સ કંપનીના પૈસાની ઉઘરાણી કરી નાણાં લઈ મોટરસાઈકલ પર બે કર્મચારીઓ જઈ રહ્યા હતા. તે વખતે અજાણ્યા લૂટારૂઓએ બાઇક પર આવી ફાઈનાન્સ કંપનીના કર્મચારીને માર મારી તેની પાસેથી રોકડા રૂપીયા 25 હજાર 300 તેમજ મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ. 27 હજાર 800ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં ખળભળાટ મચી જવા ગયો છે.

બનાવ અંદગે મળતી માહિતી મુજબ આશિષ ગુલાબભાઈ બારીયા (રહે. નાના આંબલીયા, તા.સીંગવડ,જિ.દાહોદ) અને તેની સાથે અન્ય એક વ્યક્તિ બચુભાઈ આ બંન્ને વ્યક્તિઓ ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. આશિષભાઈ અને તેમની સાથેનો સહ કર્મચારી બંન્ને પોતાના અલગ અલગ બાઇક પર ફાઈનાન્સ કંપનીના નાણાં રૂા.25 હજાર 300 બેગમાં ભરી બલેન્ડીયા ગામેથી સાંજના છ વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં.

આ દરમિયાન અજાણ્યા ત્રણ જેટલા લુંટારૂઓ મોઢે રૂમાલ બાંધી, હાથમાં પથ્થરો લઈ દોડી આવ્યાં હતાં અને આશિષભાઈ અને બચુભાઈને લાકડી વડે, પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી તેઓની પાસેના રૂ.25 હજાર 300 એક મોબાઈલ ફોન, આધાર કાર્ડ તેમજ બંન્ને બાઇકની ચાવીઓ લઈ નાસી ગયાં હતાં. આ સંબંધે લુંટનો ભોગ બનેલા આશિષભાઈ હુલાબભાઈ બારીયાએ8 ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી લુંટારૂઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: