લૂંટની ઘટનામાં નવો વળાંક: દાહોદમાં શ્રીરામ બેંકના એજન્ટે જ મિત્રની સાથે મળીને લૂંટ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં લૂંટ થઇ હોવાનું ષડયંત્ર રચનારા હેમંત અને પંકજ.

  • દાહોદમાં શ્રીરામ બેંકના એજન્ટે જ મિત્રની સાથે મળીને લૂંટ કરી
  • શરીરે બ્લેડથી વાગેલો લસરકો સીધો હોવાથી પોલીસને શંકા ગઇ
  • રૂપિયા 1.96 લાખની લૂંટની ઘટનામાં નવો વળાંક

દાહોદ શહેરમાં પંડ્યા ફાર્મ પાસે આંખમાં મરચુ નાખીને શ્રીરામ બેંકના એજન્ટ પાસેથી ધોળે દિવસે 1.96 લાખ રૂપિયાની લુંટની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. લુંટ થઇ જ ન હતી બલકે ફરિયાદ નોંધાવનાર યુવકે જ પોતાના મિત્ર સાથે મળીને આ તરકટ રચ્યુ હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો. રૂપિયા અંગત કામો વાપરી નાખ્યા હોવાથી આ ષડયંત્ર રચ્યુ હતું. પોલીસે 62 હજાર રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામના સાંસીવાડના રહેવાસી અને શ્રી રામ કો.ઓપરેટીવ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા હેમંતકુમાર પ્રકાશભાઇ ભાના દ્વારા બે બાઇક ઉપર સવાર ચાર યુવકોએ બ્લેડથી હુમલો કરીને મોતની ધમકી આપીને તેની પાસેથી 1.96 લાખ રૂપિયા સહિતના સામાનની લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ મામલે LCB PI બી.ડી શાહને હેમંતકુમારની શંકાસ્પદ હિલચાલના આધારે શંકા ગઇ હતી. દરમિયાન મેડિકલ કરાવતાં તેની આંખમાં મરચું પડ્યું જ ન હોવાનું સામે આવ્યુ હતું. આ ઉપરાંત તેના હાથે વાગેલો બ્લેડનો લસરકો પણ સીધો હોવાથી આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસના ગોળગોળ પ્રશ્નોથી મુંઝાયેલા હેમંતકુમાર દ્વારા અંતે ઉઘરાણી કરવામાં આવેલા 1.32 લાખ રૂપિયા વપરાઇ ગયા હોવાથી રળિયાતી ખાતે રહેતા મિત્ર પંકજ અશોક દેવયાની સાથે મળીને આ આખુંય ષડયંત્ર ઘડ્યું હોવાની કબૂલાત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા પંકજ પાસે મુકી રાખેલા 64100 સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આ બંને સામે પોલીસને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લૂંટની ખોટી ફરિયાદની બીજી ઘટના નોંધાઇ
દાહોદ શહેરમાં આ અગાઉ દિવાળીના સમયમાં ગોવિંદ નગર વિસ્તારમાં બાળકોને બાનમાં લઇને દાગીના-રોકડની લુંટની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. જોકે, તપાસ બાદ ઘરમાં લુંટ થઇ જ ન હોવાનું અને પરપુરૂષના પ્રેમમાં પડેલી ઘરની મહિલાએ જ લુંટનું તરકટ રચ્યુ હોવાનું સામે આવ્યુ હતું ત્યારે લૂંટનું તરકટ રચાયાની આ બીજી ઘટના સામે આવી હતી.

પોલીસ સી સમરી ભરશે
આખી ય ઘટનામાં લોકો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે યુવકે પોતાના મિત્ર સાથે મળીને લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ હવે આ પ્રકરણમાં બી સમરી ભરશે. આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલશે અને બંને યુવાનોને જોગવાઈ મુજબની સજા પણ થઇ શકે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: