લીમડીમાં બાઇકની ટક્કરે વૃદ્ધનું મોત

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

દાહોદ. ઝાલોદ તાલુકાના લીમડી ગામના કરંબા રોડના રહેવાસી 65 વર્ષિય રમેશચંદ્ર જૈન સવારના 10.30 વાગ્યાના અરસામાં પોતાની દુકાનેથી ઘર તરફ પગપાળા આવી રહ્યા હતાં. તે વખતે પુરપાટ આવતાં મોટર સાઇકલના ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. રમેશચંદ્રને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત
થતાં પરિવાર સહિત ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પૂત્ર રવીકુમારની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: