લીમડીની શાળા ચાર વિભાગોમાં શ્રેષ્ઠ કૃતિઓ તરીકે પસંદગી કરાઇ

Dahod - લીમડીની શાળા ચાર વિભાગોમાં શ્રેષ્ઠ કૃતિઓ તરીકે પસંદગી કરાઇ

દાહોદ. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળાવિકાસ સંકુલ-૫નું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૮ શ્રી બી.પી.અગ્રવાલ શાળા, લીમડી ખાતે યોજાઈ ગયું. જેમાં મુખ્ય વિષય તરીકે “જીવનનાં પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો” નાં જુદાં-જુદાં પાંચ વિભાગોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગો/મોડલો સ્વનિર્મિત કૃતિઓની સ્વરુપે રજૂ કરાયા હતાં, આ પાંચ વિભાગોમાં આ શાળા દ્વારા સૌથી વધું ૧૦ કૃતિઓ રજૂ કરીને સમગ્ર પ્રદર્શનમાં છવાઈ ગઈ હતી. સંકુલ કક્ષાનાં આ પાંચ વિભાગોમાં થનારી સ્પર્ધામાં ધી ન્યુ એચીવર સ્કૂલ ઑફ સાયન્સ,લીમડી* નાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલી કૃતિઓએ ડંકો વગાડી દીધો અને પાંચ માંથી ચાર વિભાગોમાં શ્રેષ્ઠ કૃતિઓ પસંદ* સમગ્ર શાળામાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. અત્રે નોંધનીય છે કે ધી ન્યુ એચીવર સ્કૂલ ઑફ સાયન્સ,લીમડી શાળા *સમગ્ર ગુજરાતની સૌ પ્રથમ પ્રિસાયન્સ અભિગમ ધરાવતી શાળા* છે જેમાં ૧૧ જેટલાં વિજ્ઞાન વિષયનાં તજજ્ઞ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી મોટા ભાગની કૃતિઓ શ્રેષ્ઠ કૃતિઓ તરીકે પસંદગી પામી હતી.

દાહોદ શહેરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની સમાપ્તિ

દાહોદ સ્થિત દિગંબર જૈન સમાજ દ્વારા ચાલતા પર્યુષણના અંતિમ દિવસે રવિવારે પરંપરાગત રીતે સહુએ એકમેકને ‘મિચ્છામિ દુક્કડમ’ પાઠવી આ પાવન પર્વની શુભકામનાઓ આપી હતી. જૈનોમાં મહાપર્વ તરીકે ઓળખાતા પર્યુષણના દિવસોમાં ચાતુર્માસ માટે દાહોદ ખાતે પધારેલ જૈનાચાર્ય વિમદસાગરજી મહારાજની નિશ્રામાં અત્રે આવેલ પાંચ જૈન મંદિરોમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તિ, આરાધના અને આત્મશુદ્ધિના આ મહાપર્વે મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા. તો રવિવારે એકમેકને ‘મિચ્છામિ દુક્કડમ’ ના સંદેશ દ્વારા વર્ષ દરમ્યાન પોતાનાથી કોઈ ભૂલ થઇ હોય તો તે કાજે માફી માંગી હતી.

સ્વચ્છતા અભિયાન વિષય પર સ્પર્ધાઓ યોજાઇ

દાહોદ. ગરબાડા તાલુકાની શ્રી જે.કે.એમ. તન્ના અને એમ.કે.પંચાલ ઉ.મા. હાઇસ્કૂલ ગાંગરડી ખાતે સ્વચ્છતા પખવાડિયુ અંતર્ગત તા.14 સપ્ટેમ્બરે વિવિધ સ્પર્ધાઓ યોજી હતી. જેમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તથા સ્વચ્છતા અભિયાન વિષયક ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર તમામ સ્પર્ધાઓમાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદમાં હિન્દી દિવસની ઉજવણી

દાહોદ. ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદમાં તા.14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો કેવી રીતે પ્રાપ્ત થયો હતો તથા આજના વર્તમાન સમયમાં હિન્દી ભાષાનું મહત્વ વિશે ચિરા પ્રકાશ અને રાધિકા ગૃપે કાવ્ય, નાટકો રજુ કરી હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું.

ધાનપુરમાં રેલી સ્વરૂપે ફરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો

ધાનપુર. સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ધાનપુર ગામમાં તા.15ના રોજ ગ્રામ સ્વચ્છ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં ધાનપુર ગામની પ્રાથમિક શાળાની સ્વચ્છ બાળકો દ્વારા રેલી કાઢીને ગામના તમામ ફળિયામાં રેલીના સ્વરૂપે ફરીને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી તં.કં મંત્રી, ધાનપુર ના સંરપચ, સ્વચ્છતા અભિયાન માં જોડાયા હતા.

નાંદરવા ગામે ઝાલાબાપજીનો મેળામાં માનવમહેરામણ ઉમટ્યું

શહેરાના નાંદરવા ગામે વરસાદી માહોલ વચ્ચે ઝાલા નો મેળો માનવ મહેરામણથી ઉભરાયો હતો હજારોની સંખ્યામાં ઝાલા બાપજી ના દર્શન કરી ખેડૂત પશુપાલકોએ પોતાના મૂંગા અબોલા પશુઓ માટે બાધા-આખડી લીધી હતી નાંદરવા ગામે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઝાલા ના મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો માનવ મહેરામણ ઉમટી પડી પશુઓ માટે બાદ આખરી લેવા આવતા હોય છે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી આવી મોજ માણતા હોય છે અને ખરીદી કરતા હોય છે વરસાદના કારણે આ મેળામાં ચાલુ વર્ષે બંધ કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા અને બેટી બચાવો અભિયાન

ઝાલોદ. ઝાલોદ નગરમાં શનિવારના દિવસે સવારે લાયન્સ કલબ સંચાલિત શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અને બેટી બચાવો અભિયાન હેઠળ જાગૃતિના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી. જેમાં લાયન્સ કલબના બાળકોએ વિવિધ બેનેરો સાથે સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવોના મહા અભિયાન દ્વારા લોકોને જાગૃત કરવા માટે નગરમાં વિસ્તારોમાં વિશાળ રેલી કાઢી હતી. આ રેલીના કાર્યક્રમમાં લાયન્સ કલબના હોદ્દેદારો અને ડોકટરો જોડાયા હતા.

વિજ્ઞાનમેળામાં 38 વર્ષે પહેલી વાર વિજેતા

લીમખેડા. લીમખેડા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મેળો BRC કક્ષાએ યોજાયો હતો. જેમાં સી.આર.સી બારની ઘૂંટીયા પ્રા.શાળાની બાલિકાઓ ગીતાબેન, હીનાબેન, અમીષાબેનની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિભાગ પાંચમા પરિવહન અને પ્રત્યાયન વિભાગની કૃતિ પ્રથમ ક્રમાંકે રહી હતી. ઘુટીયા પ્રા.શાળા 38 વર્ષમાં પ્રથમ વખત જ તાલુકા કક્ષાએ વિજેતા બની છે.


Related News

Comments are Closed

%d bloggers like this: