લીમડીની મહિલાની માલિકીની ટ્રકે રાજધાનીને ટક્કર મારી હતી

છોટાઉદેપુરથી રેતી ભરીને ટ્રક થાંદલા જતી હતી મૃત ક્લીનર બડાવદા ગામનો, ચાલકનો પત્તો નથી

 • Dahod - લીમડીની મહિલાની માલિકીની ટ્રકે રાજધાનીને ટક્કર મારી હતી

  દાહોદ શહેરથી 56 કિમી દૂર મધ્ય પ્રદેશના સજેલી રેલવે ક્રોસિંગ ઉપર જીજે-5-બીટી-7236 નંબરની ટ્રકે ગુરુવારે ટક્કર મારતાં રાજધાની એક્સપ્રેસના બે કોચ પાટા ઉપરથી ખડી પડ્યા હતાં. તેના કારણે જમીનથી પાટાને જકડી રાખવા માટે લગાવેલા સંખ્યાબંધ સ્લીપર ક્ષતિગ્રસ્ત થઇ જતાં ડાઉન ટ્રેકથી 20ની સ્પીડે ટ્રેનો પસાર કરવામાં આવી રહી છે.

  શુક્રવારે બપોરના સમયે દોઢ કલાકનો બ્લોક લઇને 1000 સ્લીપર ઉતારવામાં આવ્યા હતાં. શનિવારના રોજ તે સ્લીપર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

  મેઘનગર ટીઆઇ કુશલસિંહ રાવતે જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર ટ્રક દાહોદના લીમડી ગામના ગોધરા રોડ ખાતે રહેતાં રેખાબેન દીનેશકુમારના નામે છે. આ ટ્રક છોટાઉદેપુરથી રેતી ભરીને થાંદલા જઇ રહી હતી. મોતને ભેંટનાર ક્લીનર રતલામ જિલ્લાના બડાવદા ગામનો સલીમ રસીદખાન પઠાન હોવાનું જાણવા મળ્યું છે પણ ચાલકનો કોઇ જ પત્તો મળ્યો નથી. ઘટનામાં તપાસ ચાલી રહી છે.

  રાજધાનીના ડબ્બા ખડી પડતાં ક્ષતિગ્રસ્ત થયેલા સ્લીપર બદલવાની કામગીરી શરૂ કરાઇ હતી.

  દુર્ઘટનાગ્રસ્ત કોચ દિલ્હી રવાના કરાયા

  રેલવેએ શુક્રવાર મોડી સાંજે દુર્ઘટના ગ્રસ્ત કોચ બી6,7 અને 8ને બીજા એન્જીનથી હજરત નિજામુદ્દીન માટે રવાના કર્યા હતાં. ટ્રકની ટક્કરથી બી-8 કોચનો એયર પ્રેશન પાઇપ અને વેક્યુમ ટેન્કને નુકસાન થયું હતું.

  તપાસ માટે 5 અધિકારીની ટીમ બનાવાઇ

  ટ્રકે રાજધાની એક્સપ્રેસને ટક્કર માર્યાની ઘટનાની તપાસ માટે પાંચ જુનિયર ગ્રેડ અધિકારીઓની ટીમ બનાવાઇ છે. જેમાં સીનિયર ડીએસઓ પી.કે વ્યાસ, સીનિયર ડીએસસી નિશાંત કુમાર, સીનિયર ડીઇઇ ટીઆરઓ પ્રદીપ મીણા, સીનિયર ડીઇઇ યોગેશશર્મા, સીનિયર ડીએમઇ કમલ ચૌધરીનો સમાવેશ થાય છે.

  સ્લીપર બદલવા બ્લોક નહીં લેવાય

  સ્લીપર બદલવાનું કામ ટાઇમ ટેકિંગ છે. ધ્યાન રાખીને એક-એક સ્લીપર બદલવામાં આવશે.ડેમેજ થયેલા તમામ સ્લીપ બદલવામાં આવશે. આ કામગીરી પૂર્ણ કરવામાં એક સપ્તાહનો સમય લાગવાનો અંદાજ છે. ત્યાર બાદ ટ્રેકથી નોર્મલ સ્પીડે(100 કિમી પ્રતિ કલાક) ટ્રેન પસાર કરી થશે. મનીષ મીણા, સીનિયર સેક્સન એન્જી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: