લીમડાબરા નજીક રાત્રે ઘઉંની 17 બોરી ભરેલી મારૂતિ કાર ઝડપાઇ

સરકારી ઘઉં હોવાની આશંકા : કાર અને 17 હજારના 850 કિલો ઘઉં જપ્ત કરાયા લીમડાબરાના કરિયાણાના વેપારીની પુછપરછ :…

 • Dahod - લીમડાબરા નજીક રાત્રે ઘઉંની 17 બોરી ભરેલી મારૂતિ કાર ઝડપાઇ

  દાહોદ તાલુકાના ખંગેલા અને લીમડાબરા ગામ વચ્ચે એક શંકાસ્પદ મારૂતિ કારઉભી હોવાની કતવારના પીએસઆઇ એસ.બી ઝાલાને બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારની તપાસ કરતાં તેમાંથી 12700 રૂપિયાની કિંમતના 17 બોરીમાં ભરેલા 850 કિલો ઘઉ મળી આવ્યા હતાં. મારૂતિ

  સાથે મળી આવેલા લીમડાબરા ગામના ગામતળ વિસ્તારમાં રહેતાં અને કરિયાણાના વેપારી નટુ હરનાથ …અનુ. પાન. નં. 2

  ખંગેલા અને લીમડાબરા વચ્ચે મારૂતી વેનમાંથી રાત્રે પકડાયેલો શંકાસ્પદ ઘઉંનો જથ્થો. : તસવીર સંતોષ જૈન

  ગર્વમેન્ટ ઓફ પંજાબની ગુણો!

  વેપારી નટુભાઇએ રાત્રે ખંગેલા સ્થિત કોઇ ઘરમાંથી ઘઉ ભર્યા હતા અને સવારે તે દાહોદમાં વેપારીને ત્યાં પહોંચાડવાની ચર્ચાઓ સંભળાઇ હતી. તેમની પાસેથી મળી આવેલી ગુણો ઉપર ગર્વમેન્ટ ઓફ પંજાબ લખેલું જોવા મળતાં આશ્ચર્ય ફેલાયું હતું. આ ઘઉ ગુજરાતના લાભાર્થીઓનો છે કે પછી પંજાબના લાભાર્થીઓનો તે તપાસનો વિષય બન્યો છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: