લીમખેડા APMC ચેરમેન, સરપંચ સહિત ત્રણ સામે એટ્રોસિટી દાખલ

  • રૂપિયા માટે મહિલાને ગાળો બોલીને જાતિ અપનાનિત કરી હતી

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

દાહોદ. લીમખેડામાં માર્કેટ યાર્ડની દુકાનમાં કરિયાણા અને ચાની દુકાન ચલાવતી મહિલા વેપાર કરી રહી હતી. ત્યારે ભરતભાઇ ભરવાડે દુકાને જઇને જાતિ અપમાનિત શબ્દો બોલીને મારા પિતાના પૈસા આપી દેજે કહ્યું હતું. પૈસા આપી દેવાનું જણાવતા ભરત જતો રહ્યો હતો. ત્યાર બાદ મહિલાના ઘર આગળથી પસાર થયેલા લીમખેડાના સરપંચ દીનેશભાઇ ભરવાડે પણ ગાળો બોલી પૈસાની માગણી કરી હતી.

આ મામલે મહિલા એપીએમસીના ચેરમેન અને ભરતના પિતા ધનાભાઇ ભરવાડ પાસે દુકાનની પર આવેલી તેમની ઓફિસે બોલાવતા મહિલા ત્યાં ગઇ હતી. ત્યાં મહિલાએ મે 6 તારીખે પૈસા આપવાનું કહ્યુ હતુ પરંતુ લોકડાઉન ચાલતુ હોવાથી પૈસા આપી શકાય તેમ ન હોવાનું જણાવ્યુ હતું. આ વખતે ઉશ્કેરાઇ ગયેલા ધનાભાઇએ પણ જાતિ અપમાનિત શબ્દો બોલીને કેટલા વાયદા કરે છે કહી ધમકીઓ આપી હતી. બીભત્સ માગણી કરી હતી. આ મામલે મહિલાની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ધનાભાઇ સાથે પૂત્રો સહિત ત્રણ વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: