લીમખેડાના લખારા પરિવારના 10 સભ્યોને પોઝિટિવ
- દાહોદ જિલ્લામાં 27 નવા કેસ
- રેગ્યુલર ટેસ્ટમાં 20 અને રેપિડ ટેસ્ટમાં 7 પોઝિટિવ આવ્યા
દિવ્ય ભાસ્કર
Aug 09, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ જિલ્લામાં શનિવારે પણ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.8ને શનિવારે જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 20 અને રેપીડ ટેસ્ટમાં માત્ર 7 મળી કુલ 27 પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. 140 સેમ્પલો પૈકી 20 રેગ્યુલર અને રેપીડ ટેસ્ટના 324 સેમ્પલોમાંથી 7 લોકો પોઝિટિવ જાહેર થયા હતા.
દાહોદના દર્દીઓ ઘટ્યા, ગ્રામ્ય વિસ્તારોમાં વધારો
નવા પોઝિટિવ કેસોની સુચિ મુજબ રાજેન્દ્ર લખારા, નંદકિશોર યાદવ, રમીલા ગોહિલ, લીલા રાજપૂત, વજેસિંહ નીનામા, હિતેશ ગજ્જર, ફાતેમા સામદ, પ્રકાશ લખારા, નીમુ લખારા, પ્રજ્ઞેશકુમાર લખારા, રાકેશ લખારા, તનિષા લખારા, રિષભ લખારા, કોકીલા લખારા, ચિરાગ લખારા,સતીશ લખારા, પ્રતિક પ્રજાપતિ, સંજય ભાટિયા, બેથલબેન નીનામા અને નિયતિ નિસરતા રેગ્યુલર ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા હતા તો સુરેન્દ્રસિંગ લબાના, રાકેશ મુનિયા, કમલા પરમાર, કિશોર દેસાઈ, મેહુલ દેસાઈ, હરેશ ત્રિપાઠી અને અશ્વિનભાઈ પંચાલ પોઝિટિવ જાહેર થયા હતા. જે પૈકી દાહોદના 7 અને જિલ્લાના 20 કેસ આવ્યા હતા. લીમખેડામાં લખારા પરિવારના એક સાથે 10 સભ્યો પોઝિટિવ આવ્યા હતાં. દાહોદમાં તા.8 સુધીમાં કુલ 732 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 1 દર્દીઓના મૃત્યુ સાથે કુલ 47 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed