લીમખેડાના દૂધીયામાં સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

KEYUR PARMAR – DAHOD
 
 
THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા મે મહિનામાં 1લી થી 31મી સુધી યોજાયેલ સુજલમ સુફલામ જળ સંચય યોજના હાથ ધરાયેલ જેના સમાપન ના ભાગ રૂપે દાહોદના લીમખેડાના દુધિયા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી જસ્વાંતસિંહના અધ્યક્ષ સ્થાને “માં નર્મદા જળ પૂજન” ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ભાજપના ધારા સભ્યો, જિલ્લા પ્રમુખ, જિલ્લા અને તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લીમખેડા તાલુકાના લોકોએ બોહળી સંખ્યામાં હાજરી આપી હતો.
સુજલમ સુફલામ જળ યોજન હેઠળ દાહોદ જિલ્લાના 9 તાલુકાના 691 ગામો પૈકી 563 ગામોમાં વિવિધ પ્રકારના 873 જળસંચય કામો અંદાજીત ખર્ચ ₹20.16 કરોડનું આયોજન થયું હતું અને તા.29 મે સુધીમાં સ્થિતિ જોઈએ તો સરકાર મુજબ આયોજન પૈકીના 823 કામો પ્રગતિમાં છે અને 50 કામો પૂર્ણ થયેલ છે.
આ પ્રસંગે દાહોદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહએ જણાવ્યું હતું જન સંકલ્પ અને જન ભાગીદારી વગર આ કામ શક્ય નથી. ઓકલેન્ડમાં વસતા ગુજરાતના નવસારીના દિનેશભાઇ પ્રથમ ક્રમે છે અને ગુજરાતે સાબિત કર્યું છે ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રથમ છે અને એટલે જ આપણને ગુજરાત પર ગૌરવ છે. અને બીજી મહત્વની વાત તો એ છે કે આપણા આ દૂધીયામાં ૫૦ (પચાસ) જેટલા JCB થી “જળ અભિયાન” લખવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: