લાખોનો ચોર ઝડપાયો: સુરેન્દ્રનગરના લીંબડીમા 17.50 લાખની ચોરીના આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આરોપી કાટુ ગામે તેના ઘરે હતો ત્યારે જ પોલીસ ત્રાટકી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17.50 લાખની ઘરફોડ ચોરીનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતા ચોરને ધાનપુર તાલુકા પોલીસે તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17.50 લાખની ઘરફોડ ચોરીનો આરોપી નાસતો ફરતો હતો. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ હાલ ગુનાહિત પ્રવૃતીને અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા દાહોદ જિલ્લામાં કોમ્બીંગ હાથ ધરી રહી છે.

તેવા સમયે ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ 17.50 લાખની ઘરફોડ ચોરીનો આરોપી શંકર હીમસિંહભાઈ પરમાર (રહે.કાટુ,ચોરા ફળીયુ, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ)ના ઘરે ધાનપુર પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: