લાંચ કેસ: ​​​​​​​ઝાલોદના ઘાવડિયા ગ્રામ પંચાયતના લાંચ લેતા ઝડપાયેલા તલાટીના જામીન નામંજુર

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નરેગાના કામોની ફાઈલો પર સહી સિક્કા કરવા 13,500રૂપિયાની લાંચ માંગી હતી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ધાવડીયા ગામનો તલાટી કમ મંત્રી રૂા.13,500 હજારની લાંચમાં દાહોદ એસ.સી.બી. પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આરોપી તલાટીએ પોતાના જામીન માટે અરજી કરતાં કોર્ટે આરોપી તલાટી કમ મંત્રીના જામીન નામંજુર કર્યા છે.

એનઆરજી યોજના હેઠળ વિવિધ નવીન કામોની કુલ – 18 ફાઈલોમાં સહી સિક્કા કરી આપવા માટે ઝાલોદ તાલુકાના ધાવડીયા ગ્રામ પંચાયતના તલાટી કમ કમંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિએ એક જાગૃત નાગરિક પાસે ફાઈલ દીઠ રૂા.500ની લાંચની માંગણી કરી હતી .તેમજ અગાઉ સહી સિક્ક કરેલ તેના બાકી રહેલ રૂા.6000એમ મળી કુલ રૂા.૧13,500ની માંગણી માંગણી કરી હતી .જે લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે દાહોદ ખાતે આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ આપતાં દાહોદ એસ.સી.બી. પોલીસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી તલાટી કમ કમંત્રી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિ રૂા.13,500ની લાંચ લેતા ઝડપાઈ ઞયૉ હતો.

આરોપી અલ્પેશકુમાર પનાલાલ પ્રજાપતિએ સેશન્સ કોર્ટ, દાહોદ ખાતે રેગ્યુલર જામીન મેળવવા જામીન અરજી દાખલ કરેલ હતી .જે અરજી કોર્ટે ફગાવી દીધી છે.જેથી આરોપીને ફરીથી કસ્ટડી મા મોકલી અપાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: