લગ્નની લાલચ આપી આબરુ લુંટી: દેવગઢ બારિયાના પિપલોદમાં પ્રેમીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, લગ્નની વાતો કરી અન્ય સાથે સાત ફેરા ફરી લીધા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Devgadh Baria’s Piplod, A Lover Committed Adultery With A Young Woman, Talked About Marriage And Took Seven Rounds With Others.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • લગ્ન પછી પણ યુવકે યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું 20 વર્ષીય યુવતીએ ન્યાયની માગણી સાથે પોલીસના દરવાજા ખટખટાવ્યા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામે 20 વર્ષીય યુવતીને સિંગવડ તાલુકામાં રહેતા એક યુવક સાથે ૩ વર્ષ સુધી પ્રેમ સંબંધ હતો.આ યુવક દ્વારા આ સમય સમયગાળા દરમિયાન યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર તેની ઉપર દુષ્કર્મ આચર્ય બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. યુવકે તેના માતા પિતાની મદદથી યુવતી સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા 20 વર્ષીય યુવતીએ ન્યાયની માગણી સાથે પોલીસના દરવાજા ખટખટાવ્યા છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જામદરા ગામે રહેતો ઘનશ્યામભાઈ હરિભાઇ પટેલ વર્ષ 2018ની સાલથી દેવગઢ બારીયા તાલુકામાં રહેતી 21 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ગત તારીખ 22મી માર્ચ 2021ના રોજ યુવતીને ઘનશ્યામે કહ્યું હતું કે, મારે તારી સાથે બે વર્ષથી પ્રેમસંબંધ છે, જેથી હું તને મારે ઘરે લઈ જવાનો છું, તેમ કહી એક બોલેરો ગાડીમાં યુવતીને તેના ઘર તરફથી બેસાડી લઈ ગયો હતો અને પોતાના ઘરે લાવી ઘનશ્યામે પોતાના માતા – પિતા હરિભાઈ ભારતભાઈ પટેલ અને સમરતબેન હરિભાઇ પટેલ સાથે મુલાકાત કરાવી હતી.

એ સમયે ઘનશ્યામના માતા-પિતાએ યુવતીને કહેલું કે, તમારી બંનેની સગાઇ નક્કી કરી તમારા લગ્ન કરી આપવાના છે, જેથી હાલ તું તારા પિતાના ઘરે જતી રહે. જેથી ઘનશ્યામ યુવતીને તેના ઘરે જે તે સમયે મૂકી ગયો હતો. ત્યારબાદ ફરીથી યુવતીને તારીખ 18મી એપ્રિલ 2021ના રોજ યુવક ઘનશ્યામે યુવતીને કહ્યું કે, મારા લગ્ન તારી સાથે જ કરવાના છે, જેથી હું ફરીથી તને આજરોજ મારા ઘરે લઈ જવાનો છું, તેમ કહી રાત્રિના સમયે યુવતીને તેના ઘરેથી ઘનશ્યામ લઈ ગયો હતો અને તારીખ 21.04. 2021ના રોજથી 4 દિવસ સુધી પોતાના ઘરે યુવકે તેને રાખી હતી.

આ દરમિયાન ઘનશ્યામભાઈએ યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય હતું. ઘનશ્યામના માતા – પિતા હરિભાઇ અને સમરતબેનએ તેના પુત્ર ઘનશ્યામભાઈને કહેલ કે, તું આ છોકરીને પરત તેના પિતાના ઘરે મૂકી આવ, તારા લગ્ન બીજી સારી છોકરી સાથે કરી આપીશું. તેમ કહી યુવતીને કહ્યું કે, તું તારા પિતાના ઘરે જાય નહીં તો તને નારી કેન્દ્રમાં મૂકી આવીશું, તેવી ધાક ધમકીઓ આપી ઘનશ્યામે તે સમયે યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો ત્યારબાદ તારીખ 24.04.2021ના રોજ ઘનશ્યામના માતા – પિતાએ ઘનશ્યામ ભાઈના લગ્ન અંબા ગામની એક યુવતી સાથે કરી દીધા હતા.

ઘનશ્યામ પરિણીત હોવા છતાં પણ તારીખ 14 મે 2021ના રોજ પિપલોદ ગામે આવ્યો હતો અને યુવતીને મળ્યો હતો અને યુવતીને કહ્યું કે, જો તું નહીં આવે તો હું મરી જઈશ, તેવી ધમકીઓ આપી પોતાની મોટરસાયકલ પર બેસાડી લઈ જઈ અલગ – અલગ સ્થળોએ તેમજ પોતાના ઘરે યુવતીને રાખી અવારનવાર તેની સાથે ઘનશ્યામે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે આખરે યુવતીને ભાન થતાં પોતાની સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો અને યુવકના માતા – પિતાએ યુવક સાથે લગ્ન તેમજ સગાઈ કરી આપવા માટેની લાલચ આપી માતા – પિતા તેમજ પુત્રએ એકબીજાના મેળાપીપણામાં પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાનો અહેસાસ યુવતીને થતાં યુવતી દ્વારા આ સમગ્ર મામલે દેવગઢ બારીયા પોલીસ મથકે તે યુવક તેમજ તેના માતા – પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: