લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરતાં કાટુ ગામના યુવક સામે ફરિયાદ

દિવ્ય ભાસ્કર

Aug 11, 2020, 04:27 AM IST

દાહોદ. ધાનપુર તાલુકાના કાટુ ગામનો સુમા સંદીપ ભાભોર તા.31 જુલાઇના રોજ તાલુકાના એક ગામની 16 વર્ષ અને 4 મહિનાની સગીરાના પોતાની પત્ની તરીકે રાખવા માટે બળજબરી પૂર્વક મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી ભાગી ગયો હતો. આ બાબતની સગીરાના પરિવારને જાણ થતાં બન્નેની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી સગીરાના પિતાએ કાટુ ગામના સુમા ભાભોર વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: