રોટરી ક્લબના માજી પ્રમુખ ડો.સી.વી.ઉપાધ્યાય સાથી રોટેરિયન સાથે રાજ્યપાલશ્રી ઓ.પી કોહલીની લીધી મુલાકાત

 
 
THIS NEWS POWERED BY: RAHUL HONDA MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રોટરી ક્લબ ઓફ દાહોદના માજી પ્રમુખ અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચના મંત્રી ડો.સી.વી.ઉપાધ્યાય તથા સાથી રોટેરિયન મિત્રો ગત તા: ૨૫/૦૯/૨૦૧૮ મંગળવારના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી સાહેબની સ્વેચ્છા મુલાકાત લીધી હતી . તેમની સાથે રાષ્ટ્ર શક્તિ એકતા મંચના ગુજરાત પ્રમુખ ઇકબાલભાઈ બુઢ્ઢા, છોટુભાઈ બામણીયા, સચિવ રમેશભાઈ જોશી, ઉપપ્રમુખ શબ્બીરભાઈ નગદીવાલા, ઉપસચિવ અલીભાઈ ચૂનાવાલા ગાંધીનગર ખાતે  રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી સાહેબની મુલાકાતે ગયા હતા.
આ સ્વેચ્છા મુલાકાતમાં ડો.સી.વી.ઉપાધ્યાય સાહેબ, સાથી રોટેરિયન મિત્રો તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દાહોદ તરફથી રાજ્યપાલશ્રીનું મોમેન્ટો, સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રીએ સમગ્ર ટીમને તથા અધ્યક્ષશ્રીને આશીર્વાદ સાથે “વંદે માતરમ” આપ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: