રેસ્ક્યૂની તૈયારી: દેવગઢ બારિયાના દેગાવાડમાં શિકારની શોધમાં દીપડો ખાલી કૂવામાં ખાબક્યો, ફોરેસ્ટ વિભાગે કૂવો કોર્ડન કર્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Search Of Prey In Degawad Of Devgarh Baria, Pangolin Fell Into An Empty Well, Forest Department Cordoned Off The Well

દાહોદ4 કલાક પહેલા

  • માનવ વસ્તીને ધ્યાન પર રાખી મોડી રાત્રિના સમયે રેસ્ક્યૂ કરાશે

દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડામાં એક દીપડો શિકારની શોધમાં આવી ચઢ્યો હતો.આ દીપડો એક પાણી વિનાના કુવામાં પડી જતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જેથી વન વિભાગને જાણ કરતાં કુવાને કોર્ડન કરી દેવાયો છે અને રાત્રે દીપડાને રેસ્ક્યુ કરવાાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મોટી સંખ્યામાં દીપડા જંગલમાં વસવાટ કરે છે.હવે માનવ વસ્તીમાં દીપડા શિકારની શોધમાં આવી ચઢવાની ઘટનાઓ છાશવારે નોંધાઇ રહી છે.જિલ્લા મથક દાહોદની આસપાસ પણ દીપડો સપરિવાર વસે છે અને તે પણ શિકારની શોધમાં વસ્તીમાં લટાર મારી જવાની ઘટનાઓ બની ચુકી છે.એક વખત તો તેણે એક જ રાતમાં વાછરડી અને મરઘાંનુ મારણ કર્યુ હતુ.ત્યાર બાદ એક વાડીમાં દીપડો દેખાતા સ્થાનિકોએ ફટાકડા ફોડીને તેને ભગાડ્યો હતો.

બીજી તરફ દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડા ગામમાં આશરે 7 વર્ષનો નર દીપડો પ્રતાપસિંહ પટેલના ખેતરમાં શિકારની પાછળ દોડતાં એક પાણી વગરના કુવામાં તે પડી ગયો હતો.જેથી તેની જાણ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ દેગાવાડા આવી પહોંચી છે.કુવાને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને મોડી રાત્રે તેને બહાર કાઢી જંગલમાં છોડી મુકવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.જો દિવસે તેને બહાર કાઢવામાં આવે તો તે માનવ વસ્તીમાં ઘુસી જવાની સંભાવના હોય છે.તેથી તેનું રેસ્ક્યુ રાત્રે કરવામાં આવશે.

થોડા સમય પહેલા લીમખેડા અને ધાનપુર તાલુકામાં પણ દીપડા કુવામાં પડી જવાની ઘટનાઓ બની હતી.ત્યારે પણ વન વિભાગની ટીમે જ બંન્ને દીપડાને રેસક્યુ કરી બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: