રેસ્ક્યુ: ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં દિપડો કૂવામાં ખાબક્યો, વનકર્મીઓ રેસ્ક્યુ કરી બચાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કૂવામાં ખાટલી ઉતારી કૂવો કોર્ડન કરી રાત્રે રેસ્ક્યુ કરી દિપડાને બહાર કાઢ્યો
  • શિકારની શોધમાં આવેલો દિપડો કૂવામાં પડ્યો

ધાનપુર તાલુકાના બોગડવા ગામે જંગલ તરફથી શિકારની શોધમાં આવેલ શિકારની પાછળ પડતા દિપડો કૂવામાં પડ્યો હતો. જેમાં પાઈપના સહારે દિપડાએ કૂવામાં રાત પસાર કરી સવારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગના કર્મીઓને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી રેસ્ક્યુ હાથ ધરાયું હતુ.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા ગલાભાઇના ખેતર જંગલની નજીકમાં આવેલા હોય તે ખેતરમાં કાઠા વગરનો એક કૂવો પણ આવેલો છે. ત્યારે ગતરાત્રીના જંગલમાંથી શિકારની શોધમાં આવેલો એક દિપડો ક્યાંક શિકારની પાછળ પડતાં કૂવામાં પડી ગયેલો અને કૂવામાં પાણી વધુ હોવાના કારણે દિપડો કૂવામાંથી બહાર નીકળી શક્યો ન હતો. અને પાણીની પાઇપના સહારે દિપડો કૂવામાં લટકી રહ્યો હતો.

ત્યારે વહેલી સવારે કૂવામાં દિપડાનો અવાજ આવતા કૂવા માલિક ગલાભાઈની કૂવામાં કંઈક પડયો હોવાની જાણ થતાં તેઓ જઈને જોતા કૂવામાં દિપડો મોટરની પાઈપના સહારે લટકી રહ્યો હતો. જે અંગેની જાણ ધાનપુરના આર.એફ.ઓ ચૌહાણને કરતા આર.એફ.ઓ ચૌહાણ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી કૂવામાં ખાટલી ઉતારી દિપડાને સહારો આપ્યો હતો. ત્યારે દિવસ દરમિયાન જો દિપડો કૂવાની બહાર આવે તો ગ્રામજનોને નુકસાન થાય અથવા તો ગામમાં ઘુસી જાય તો જાનહાની થવાની દહેશતથી દિવસ દરમિયાન વન કર્મીઓ કૂવાની આસપાસ ખડે પગે ઊભા રહી રાત્રિના કૂવાના અંદરથી દિપડાને બહાર કાઢવાનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં દિપડો કૂવામાંથી બહાર નીકળી જંગલ તરફ ભાગી જતા ગ્રામજનો તેમજ વનકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: